________________
૫૪
શ્રી શાંતસુધારસ
છે. પ્રથમ ધર્મનું સામાન્ય સ્વરૂપ લેવું. વ્યવહારમાં ધર્મ મનાય છે તેને સમજવો. એમાં બાહ્ય ક્રિયાઓને પ્રાધાન્ય મળે છે તેને પણ ઉપગ છે. બાહ્ય ક્રિયાઓ વિશિષ્ટ આત્મધર્મનું પ્રબળ નિમિત્ત કારણ હોઈ તે વિસરવા કે ઉપેક્ષવા ચોગ્ય નથી. માત્ર એનાં જ્ઞાનનો સહગ કરે અને માત્ર ક્રિયામાં પરિપૂર્ણતા માની ન લેવી. જ્યાં સુધી સાધનધર્મો સાધનની મર્યાદામાં રહે છે ત્યાંસુધી એની ઉપયુક્તતા છે અને જરૂર છે. જ્યારે એ સાધન મટીને સાધ્ય બની જાય છે ત્યારે ઘણી વખત એ મમત્વ અથવા આગ્રહનું રૂપ લે છે. આટલી બાબત ધ્યાનમાં રહે તો નાનામાં નાની ક્રિયાની પણ ઉપેક્ષા કરવા એગ્ય નથી એમ જણાશે; પણ એને માટે ઝગડા ન હોય. સાધનધર્મોના ઝગડા થાય ત્યારે સાધ્યધર્મનું વસ્તુત: સ્વરૂપ સમજવામાં આવ્યું નથી એમ લાગે. મોક્ષના અનેક માર્ગો છે, કેગના અસંખ્ય પ્રકારે છે. જે પ્રાણુને જે રસ્તે પિતાનો વેગ સાધવાનું હિતકર જણાય તે રસ્તે તે સાધે. એના રાજમાર્ગો હોય, પણ તેથી બીજા આડાઅવળા રસ્તા ન હોય એમ ધારી લેવું એ વસ્તુસ્વરૂપને ભ્રમ છે. ધર્મને નામે ઝગડા થાય છે તે વદ વ્યાઘાત છે. જ્ઞાન અને ક્રિયાને સહગ થાય એટલે એવા ઝગડા ટકે નહીં. વિવેકની જાગૃતિ થતાં અને સાધનને તપ્રા
ગ્ય મૂલ્ય આંકવાની શક્તિ આવતાં સાધનધર્મોનો કચવાટ મટી જશે એમ ધમ રહસ્ય સમજનારનું મંતવ્ય છે અને તે આ સ્થાને જરૂર વિચારણીય છે.
ત્યારે સવાલ એ થાય છે કે ધર્મ એટલે શું ? ધર્મ શબ્દ ઘણું જુદા જુદા અર્થમાં વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org