________________
પર
શ્રી શાંતસુધારસ
ઉપસંહાર કરતાં ચાર વધારે સંબંધનો આપે છે. આ ચારે સંબંધને બહુ સુંદર છે.
( ૪ ) * તંત્રનવનીત ” તંત્ર એટલે ઉપાય અથવા ધર્મશાસ્ત્ર એ સર્વને સરવાળે કરી એમાંથી સાર કાઢતાં જે નીકળે તે નવનીત માખણ કહેવાય છે. ધર્મમાં તો અનેક પ્રકા૨ના ક્રિયાકાંડા બતાવ્યા હોય છે, તે સર્વને સાર કાઢી મુદ્દાની હકીક્તો આત્મિક દષ્ટિએ જેમાં કહી હોય તેવો ધર્મ તે સતંત્રનું નવનીત છે. ( અહીં સંબોધનની સંખ્યા મૂકી છે તે ધ્રુવપદ અને ચોથા લેક સાથે ચાલુ છે.) આ સંબધન જૈન ધર્મનું નવનીતપણું-પ્રાધાન્યસૂચક છે.
( ) “સનાતન” ત્રિકાલાબાધિત ધર્મને સનાતન કહેવામાં આવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં એ સદા જયવંત વર્તે છે. સનાતન શબ્દ ઉપર ઘણી ચર્ચા શક્ય છે. ધર્મના સ્વરૂપને બરાબર સમજ્યા હોઈએ તો આ શબ્દ એનું યથાગ્ય સ્વરૂપ રજૂ કરે છે. સનાતન શબ્દ કેઈ એક મતનો વ્યાપક નથી. જે ધર્મ ત્રિકાલાબાધિત હોય તેને તે એગ્ય રીતે લાગુ થાય છે. આ સંબોધન ધર્મનું ત્રિકાલવતત્વ બતાવે છે.
(૪) “દિરનોપાન' મુક્તિ–મંદિરે પહોંચવાને દાદરો. દાદરાને ચઢવાને જેમ પગથિયા હોય છે તેમ આ ધર્મ–મંદિરમાં ગુણસ્થાનકમારોહ છે. પ્રાણની પ્રગતિ થવા માંડે ત્યારે એ પાછલી ચાર દષ્ટિમાં આવી, તેની આખરે વેદ્ય સંવેદ્યપદનો અનુભવ કરે છે. ત્યાં એને ગ્રંથભેદ થાય છે. એ અપૂર્વકરણ કરી, સભ્યત્વ પ્રાપ્ત કરી, દેશવિરતિ તેમ જ સર્વવિરતિરૂપ ગુણ મેળવતો કમસર આગળ વધતો જાય છે. ત્યાં કોઈ વાર ઉપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org