________________
ધર્મભાવના
પ૧
ધર્મના પ્રતાપથી મળે છે. કોઈ એમાં પિતાની બહાદુરી સમજતાં હોય તો તે માત્ર એટલી જ ગણાય કે, એણે પોતે કરેલાં સુકૃત્યના પ્રતાપથી આ સર્વે અનુકૂળતાએ તેને મળી છે. અહીં ધર્મ એટલે દાન, શીલ, તપ ને ભાવરૂપ સુકૃત્યે સમજવા.
સાથે યાદ રહેવું જોઈએ કે એ દશવિધ સુખમાં લેલુ પતા થઈ જાય તો પ્રગતિ અટકી પડે છે. સગવડોને લાભ સવિશેષ ધર્મ કરવામાં લેવો ઘટે.
ધર્મ પરભવમાં ઇંદ્રાદિ પદવી આપે છે. ધર્મના પ્રભાવથી પ્રાણ દેવ, દે, વિદ્યાધર, ચક્રવતી વિગેરે પદ પામે છે. પ્રાણી માટે શ્રેષ્ઠી કે સત્તાધીશ થાય એ પણ પૂર્વભવના ધર્મનેસુકૃત્યનો પ્રભાવ છે. એમાં જે પાપાનુબંધી પુણ્ય હોય તો એનો લાભ ભગવાઈ જાય એટલે પછી ભયંકર પતન થાય છે. આ સર્વ સ્થળ સુખની વાત થઈ.
વળી ધર્મ અનુક્રમે જ્ઞાન વિગેરે આત્મિક લાભે પ્રાપ્ત કરી આપી અવ્યાબાધ મોક્ષસુખ પણ આપે છે. ધર્મના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને એ રીતે ઉત્તરોત્તર ઘાતકર્મોનો ક્ષય કરતાં આખરે કૈવલ્યજ્ઞાન પામી, અઘાતી કર્મોને પણ ખપાવી, પ્રાણી અનંતકાળને માટે મોક્ષસુખ પામે છે. હે ધર્મ ! તું આ પ્રકારે સ્થળ અને આત્મિક સુખ આપનાર છે. એવા હે ધર્મ ! તું મારો ઉદ્ધાર કર, મને માર્ગ સન્મુખ રાખ અને મારો આ ભવભ્રમણનો ફેરો હંમેશાને માટે મટી જાય એમ કર.
૮. ઉપસંહાર. ધર્મના સાત વિશેષણ-સંબધને ધ્રુવપદમાં આપ્યાં. એક ચોથી ગાથામાં આપ્યું. હવે એ આખા વિષયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org