________________
૫૦
શ્રી શાંતસુધારસ
અનેક દષ્ટિએ થાય છે. બાહ્ય સુખમાં પર્યવસાન માનનારને તેવાં ફળ મળે અને આત્મપ્રગતિના ઈચ્છકને તે મળે. દષ્ટિની વિશાળતા, સાધ્યની ચોખવટ અને પુરુષાર્થની જાગૃતિ પર એના ફળભેદને આધાર રહે છે. વ્યક્તિગત નજરે આ લેકમાં કહેલ સર્વ હકીકત બનાવી શક્ય છે. દુનિયામાં બનતા બનાવો ઉઘાડી આંખે નીહાળે તે બરાબર જોઈ શકે. મોટા ભયંકર વનમાં રામને અયોધ્યા દેખાતી હતી, સીતાને અગ્નિ જળ સમાન થયા હતા, શ્રીપાળને સમુદ્ર ધરતી જે અન્ય હતું અને જે બનાવથી એની સર્વ કૃદ્ધિ અને પત્નીએ નાશ પામવી જોઈએ તેને બદલે ધર્મના પ્રભાવથી એને મહાન ત્રાદ્ધિ અને વધારે પત્નીએ સાંપડી હતી. ધર્મના પ્રતાપથી ઈષ્ટસિદ્ધિ મળે છે તેના દાખલા તો પાર વગરના છે. ધન, શાળિભદ્ર, સુદર્શન અને કોઈ પણ તીર્થકરનું ચરિત્ર આ બાબતમાં પૂરતો અનુભવ આપે તેમ છે. ધર્મના પ્રભાવની આથી તે વધારે શી વાત કરવી ?
૭ હે ધર્મ ! તું આ ભવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં દશ પ્રકારનાં સુખ આપે છે. ધન મળવું તેનો આધાર પૂર્વે કરેલ ધર્મ પર છે, શરીરનું આરોગ્ય જળવાવું તેને આધાર ધર્મ પર છે, સર્વ ઇંદ્રિયે સરખી મળવી તે પણ ધર્મ પર આધાર રાખે છે, ઘરે સંતતિ થવી તે પણ ધર્મ પર આધાર રાખે છે. એવી રીતે ઉપર છ કમાં બતાવેલા દશે પ્રકારના વૈભવ
૧. આ દશ પ્રકાર શેમાં છે ? તેની શોધ કરતાં તે ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં આવ્યા છે. આ આખા અધ્યયનનું ભાષાંતર બારમી ભાવનાના પરિચય યા શ્લોકમાં આગળ આપ્યું છે ત્યાંથી જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org