________________
૪૮
શ્રીષ્ણાંતસુધારસ મગજના આવિષ્કાર મનાતાં હોય, આત્મવિચારણને આળસ મનાતું હોય, અને ત્યાગને નિર્બળતા ગણવામાં આવતી હોય ત્યાં દષ્ટિબિન્દુ જ ફરી જાય છે. આ કેટિની વ્યક્તિઓને ઉદ્દેશીને આ વિચારણા છે. જે સંસારમાં રઝળી પડવામાં જરા પણ સંકેચ કે ભવિષ્યચિંતા હોય તે ધર્મનું શરણ અતિ આવશ્યક છે.
૬. વ્યક્તિગત સુકૃત્યનાં પરિણામે જુઓ. એને ભયંકર જંગલ નગર બની જાય છે. જ્યાં સૂર્ય પ્રકાશ પાડતા ન હોય ત્યાં એને ઝળહળાટ થઈ જાય છે અને અગ્નિ જળ બની જાય છે. જળ હોય ત્યાં સ્થળ થઈ જાય છે. ઘણી વાતે શી કરવી ? સર્વ ઈચ્છિત સિદ્ધિઓ ધર્મના પ્રતાપથી મળે છે. આવા ધર્મને વિજ્ઞપ્તિ કરે છે કે હે ધર્મ! મારે ઉદ્ધાર કર.
આ શ્લોકમાં કહેલી બાબતમાં કોઈને અતિશક્તિ લાગશે, એમાં વધારે વિચારણાને અવકાશ જરૂર છે. આલંકારિક ભાષાને એના હેતુપૂર્વક સમજાવવી ઘટે, પરંતુ પુણ્યવાન પ્રાણીને બરાબર અભ્યાસ કર્યા વગર આ વાત સમજાશે નહિ. ધમી નાના ગામડામાં જાય તો ત્યાં પણ અનેક સ્થળેથી એને ઈષ્ટ પદાર્થ મળી આવે છે અને કપેલી અગવડો પણ વગર પ્રયાસે દૂર થઈ જાય છે. આ મુદ્દાને વધારે આગળ વધારવામાં આવે તે આખી કુદરત ધમી માણસને અનુકૂળ થતી દેખાશે. “ જ્યાં રામ ત્યાં અધ્યા” એ કિંવદન્તીમાં રામ જ્યાં જાય ત્યાં અધ્યા તેની પછવાડે જતી નથી, પણ અયોધ્યાના ભાવે એ
જ્યાં જાય ત્યાં હાજરાહજૂર થઈ જાય છે. આ હકીકતમાં સત્યાંશ લાગે તે સર્વ હકીક્ત મનમાં તુરત બેસે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org