________________
ધર્મભાવના
૪પ
વખત મન પર વિષાદ, ચિંતા અને પરિતાપ થાય, પરિણામે નિઃસાસા મૂકાય અને રડવું આવે. આ અતિ વિચિત્ર જીવનક્રમ કદી પણ પસંદ ન આવે તેમાં નવાઈ નથી. ' - ધર્મમાં એવી શક્તિ છે કે એનું શરણ, સ્મરણ કરે તેને આ ભવમાં શેક અને ભયથી મુક્ત કરે છે. પ્રેમ અને શ્રદ્ધાથી ધર્મ કરનારને તમે જોશે તો એને આત્મવિશ્વાસ ઘણે ભારે હશે અને એ કદી ગભરાશે કે ડરી જશે નહિ અને શેકથી વિળ પણ થશે નહિ.
ભવિ એટલે ભવ્યપ્રાણી. એગ્ય સામગ્રી મળી જાય તે મેક્ષમાં જવાની ચેગ્યતાવાળો જીવ. જે ભવ્ય પ્રાણીઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેના શેક, ભય આ ભવમાં ચાલ્યા જાય છે અને તે દૂર કરનાર ધર્મ છે. સર્વ ભવ્ય પ્રાણીઓ મેક્ષે જવાના જ છે એવું નથી, સામગ્રી મળે તે યોગ્યતા તેનામાં છે એટલી જ વાત છે. એટલે ભવ્યત્વને નિર્ણય હોય તે પણ કેડી પણ પ્રકારનો ધર્મ આદરી પ્રગતિ સાધવાની તો જરૂર રહે જ છે. ધર્મનું શરણ, સ્મરણ કરવાથી કૃતાર્થતા થાય છે એ વાત અત્ર કરી. આવો ધર્મ છે એમ જણાવી તેને સંબોધી કહે છે કે હે ધર્મ! મારો ઉદ્ધાર કર, મારે રસ્તો સાફ કર.
૪. ધર્મના દશ પ્રકાર આપણે બીજી ૩ ગાથામાં સવિસ્તર જોઈ ગયા. એમાંનાં ચારનાં નામ અહીં આપે છે. ક્ષમા, સત્ય, સંતેષ, દયા વિગેરે. એ ધર્મને અતિ અગત્યનો પરિવાર છે. એ ચાર નામ પૈકી દયા એ સંયમના પટામાં આવે છે. આ દશે યતિધર્મોને ઘણે વિશાળ પરિવાર છે. એનું અતિ સુંદર વિવેચન શ્રી સિદ્ધર્ષિગણિએ ઉપમિતિભવપ્રપંચા કથાના ચોથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org