________________
શ્રીક્શાંતસુધારસ
સ્થાનવાળાનું થાય છે. સ્મરણ સદા પ્રિય વસ્તુનું થાય છે. અહીં ભાવ એ જણાય છે કે જે પ્રાણી ધર્મનું સામ્રાજ્ય પિતા પર સ્વીકારે છે અને વારંવાર એને પ્રિય વસ્તુ તરીકે યાદ કરે છે, તેને જે પ્રાપ્ત થાય તે હવે કહેશે.
એ ધર્મના ચાર મુખ છે: દાન, શીલ, તપ અને ભાવ. એ ચારે વિભાગ પર પ્રથમ લોક( પરિચય વ)માં વિવેચન થઈ ગયું છે. આ ચારે મુખથી અથવા ચાર પૈકીના એક અથવા વધારે મુખથી જે ધર્મ પ્રાણીને કૃતાર્થ કરે છે તે શું કરે છે તે હવે કહેવાનું છે. પ્રાણી દાનપરાયણ અથવા તો ત્યાગશીલ હોય, શિયળ–બ્રહ્મચર્ય પાળનાર હોય, તપ કરનાર હોય અને ભાવનાશીલ હોય, અથવા એ પૈકી બને તેટલા ધર્મના પ્રકારનું શરણ અથવા સ્મરણ કરતે હેય. મતલબ કે, દાની, બ્રહ્મચારી, તપસ્વી અને ભાવિતાત્મા હાય તેને અનેક લાભે પરભવમાં મળે છે અને એને થતા લાભની પરંપરાને પાર નથી.
એ ઉપરાંત આ ભવમાં પ્રાણીના ભય અને શોકને ધર્મ દૂર કરી નાખે છે. ભયવાન પ્રાણીને હાલતાં ચાલતાં ભય, ચિંતા રહે છે, એથી એને આત્મવિશ્વાસ કદી આવતું નથી અને ભયવાળા માણસે અસ્થિર મને સંતાતા ફરે છે. આજીવિકાભય, ચારભય, કીર્તિનાશભય વિગેરે પાર વગરના ભયે પ્રાણીને નિર્માલ્ય-હીનસત્ત્વ બનાવે છે અને એ અકિંચિકર થઈ અંતે કઈ કર્યા વગર ચાલ્યો જાય છે. પ્રગતિ કરનારે નિર્ભય વૃત્તિ ખાસ કેળવવી પડે છે અને ધર્મ એ વૃત્તિને જરૂર ઉત્પન્ન કરે છે. શેક તે પ્રાણીને કાંઈ સૂઝવા જ દેતો નથી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org