________________
ધર્મભાન્વનું
૪૩ છે./વરસાદને ધર્મ વરસવાને છે. સૂર્ય ચંદ્રને ધર્મ ઊગવાને અને ગરમી આપવાને તથા શાંતિ આપવાનો છે. આ બાબત પર વિવેચન જ લેકમાં થઈ ગયું છે. આ ગ્રંથના ટીકાકાર સ્વર્ગસ્થ પં. ગંભીરવિજયજી કહે છે કે ન લેકમાં ઉપદેશ છે અને અહીં સ્તુતિ છે તેથી પુનરુક્તિ દોષ થતો નથી. વૈરાગ્યમાં પુનરુક્તિ દોષ લાગતો નથી એવો શ્રી ઉમાસ્વાતિ વાચકને પ્રશમરતિમાં અભિપ્રાય છે. (જુઓ. સદરહુ ગ્રંથને લેક ૧૩–૧૪ મો) જેથી પુનરુક્તિ જેવું લાગે તો મારી માન્યતાનુસાર તેમાં વાંધો હોઈ શકે નહિ. અર્થ સ્પષ્ટ છે. વિવેચન અનાવશ્યક છે.
૨. આ પૃથ્વી કેઈના પણ ટેકા વગર અધર રહેલી છે, એવી જે વિશ્વસ્થિતિ છે તે તેને સ્વભાવ છે. આ વસ્તુસ્વભાવમાં અનેક કારણે છે તેની અત્ર ચર્ચા અસ્થાને છે. જે સ્થિતિ છે તે સમજવી અને તેનો તે સ્વભાવ સ્વીકારે એમાં આનંદ છે. આવા ધર્મને વિનયપૂર્વક–આદરપૂર્વક સેવા એટલે સમજ. વસ્તુવરૂપ સમજવાની આવશ્યકતા અત્ર ખાસ બતાવી છે. એનાં સાધને ઉપસ્થિત કરી અભ્યાસ કરે અને વસ્તુસ્વભાવને ઓળખવો એ અતિ આહલાદનો વિષય છે. આ રીતે વસ્તુસ્વરૂપ સમજવાની ભલામણ કરી એક પ્રકારના અર્થને ઉપગ બતાવ્યું. હવે ધર્મને બીજા આકારમાં બતાવે છે.
3ી દુર્ગતિમાં પડતા પ્રાણને ધારણ કરી રાખે-ટેકે આપે તે ધર્મ. આ ધર્મ શબ્દને વ્યુત્પત્તિથી થતો અર્થ છે. આવા ધર્મનું જે પ્રાણીઓ શરણ કરે એટલે તેને આશ્રયે જાય અને જે એનું સ્મરણ કરે એટલે એનું અનુશીલન કરે તેને આ ભવમાં શું થાય તે આગળ કહે છે. શરણે હમેશાં રાજાનું અથવા મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org