________________
૪૨
શ્રશાંત-સુધારસ મંગળ સ્વરૂપ રજૂ કરે છે, જ એનું કરુણ સ્વરૂપ ચર્ચે છે,
અવિચળ સ્વરૂપ બતાવે છે, ઇ એનું સાધ્ય-લક્ષ્ય બતાવે છે, ૩ એનું નકારાત્મક સ્વરૂપ બતાવે છે, એને આધારરૂપ પ્રકાર દર્શાવે છે અને છ એની વિશાળતા સૂચવે છે.
આ મહાન વિશાળ ધર્મ છે. એ પ્રાણીને સર્વથા જાગૃત રહી સહાય કરે છે અને એનાથી સદા મંગળિકમાળા વિસ્તરે છે. જે ધર્મ આવો હોય, જે ધર્મના પ્રણેતા રાગદ્વેષથી મુક્ત હોય, જેને ઈહલોકની પ્રશંસા ઈષ્ટ ન હોય, જે ધર્મના સ્વરૂપલેખનમાં પરસ્પર વિરોધ ન હોય એ ધર્મને આશ્રય કરવો, એ ધર્મને તારણહાર સમજો અને એને જીવન અપવું એમાં અમુક વેશને આગ્રહ ન હોય, અમુક ક્રિયાનો આગ્રહ ન હોય, અમુક પદ્ધતિનો પરાણે સ્વીકાર ન હોય; પણ કેવળ જ્ઞાનચક્ષુ ઉઘાડાં રાખવાને આગ્રહ હોય, વિવેક ચાતુર્ય દર્શાવવા વિજ્ઞપ્તિ હોય, પરીક્ષા કરવાની આમંત્રણ હોય, ઉપરના સાતે ગુણે જે ધર્મ ધરાવતો હોય તેની પાસે શિર ઝુકાવવું, એને શરણે જવું અને એની દ્વારા સાથે પહોંચવું. હે ધર્મ ! તું મારો ઉદ્ધાર કર અને આ ભવ-જંજાળમાંથી મને છોડાવ! આ આખું ધ્રુવપદ પ્રત્યેક ગાથાની પછવાડે જરૂર બોલવું. રાગ જાણીતો અને મસ્ત છે. વિવેચન વિશેષ કરવાની આવશ્યકતા હવે નહિ રહે. ઉદ્દેશ અત્યાર સુધીમાં બનતી રીતે સ્પષ્ટ થઈ ગયો છે.
૧. વરસાદનું મંડળ પૃથ્વી ઉપર અમૃત જેવું જળસિંચન કરી પૃથ્વીને નવપલ્લવિત કરે છે. સૂર્ય ચંદ્ર ઉદય પામી પોતાને ધર્મ બજાવે છે. આ ધર્મનો પ્રભાવ છે. વસ્તુસ્વભાવ એ ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org