________________
ધર્મભાવના
૪૧
વિશિષ્ટ વિવેક અને વિચક્ષણતા હોય છે. એ સર્વ ધીર શબ્દથી અનુદર્શિત છે. હે વીર ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર. 0 () “શિવકુવાધન' મેક્ષરૂપ મહાઆનંદ આપવામાં પ્રવીણ ! ધર્મ બરાબર સાથે હોય તો તે પરંપરાએ મોક્ષ અપાવવાનું સાધન બને છે. આ દ્રષ્ટિએ ધર્મ પર અગાઉ વિવેચન થઈ ગયું છે.
() “મવમવાધન” સંસારમાં અહીંથી તહીં કુટાવું, એક ખાડામાંથી બીજામાં પડવું અને એમ ઉત્તરોત્તર ચલાવવું, જન્મમરણની જાળમાં પડવું, ઘર માંડવાં અને ઉપાડવાં, સંગ-વિયેગનાં દુઃખ ખમવાં, ઘડપણની આપત્તિઓ સહવીઆ સર્વ ભયોને અટકાવનાર ધર્મ છે. એ ચક્રબ્રમણને છેડે આણનાર છે અને ભયથી મુકાવનાર છે. આવા ભયને અટકાવનાર ધર્મની વિનય (ગ્રંથકર્તા) પ્રાર્થના કરે છે.
(૪) “ગવાધાર ” હે જગતના આધાર! ત્રણ ભુવનના જે પ્રાણીઓ તારે આશરે તે તેને ટેકે આપનાર! આશ્રયે આવનારને ધર્મ કદી લાત મારતે નથી કે નિરાશ કરતા નથી. એ શરણાગત વત્સલ છે, માતા-પિતાની પેઠે પ્રેમથી આશ્રય આપનાર છે અને જ્યારે સર્વ દિશાએ શૂન્ય દેખાય ત્યારે ધર્મ કાળી રાતને હોંકારે છે. હે જગતના આધાર ધર્મ ! મને આશરે આપ, મને તારી હુંફમાં છે અને મને બચાવ!
(૪) મીર સમુદ્ર જે વિશાળ. સર્વને રક્ષક, પાલક, પિષક અને સર્વગ્રાહી ધર્મ છે. એવા હે ધર્મ! તું મને તાર. - આ સાતે વિશેષમાં વિલક્ષણ ચમત્કાર છે. પ્રત્યેકમાં -એક એક વિશિષ્ટતા તો ખાસ વિચારવા લાગ્યા છે. વ ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org