________________
૪૦
શ્રી શાંતસુધારસ
છે. મંગળ એટલે આનંદ મહોત્સવ. ઈષ્ટપ્રાપ્તિના હેતુઓ. આ મંગળ શબ્દની વ્યાખ્યા પર શ્રીદશવૈકાલિકસૂત્રની ટીકામાં તથા શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ કરેલી વૃત્તિમાં એના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ પ્રમાણે ચાર વિભાગ પાડી ખૂબ વિવેચન કર્યું છે. આપણે સ્થળસ કેચને કારણે એ વિવેચનમાં ન ઉતરી શકીએ. ધર્મ સદા માંગલિક છે, ઈચ્છિત વસ્તુને અપાવવાનો હેતુ છે અને તારણહાર છે. - ધર્મ મંગળરૂપ એ કમળા–લક્ષ્મી, તેને ક્રીડા કરવાનું મંદિર છે. મતલબ ધર્મ મંગળલક્ષમીનું ક્રીડાસ્થાન છે. ધર્મ સદા માંગલિક હોઈ એ જ્યાં હોય ત્યાં મંગળલક્ષ્મી ક્રીડા કરે છે, ત્યાં લીલાલહેર થાય છે અને સદા આનંદ વતે છે. એવા હે મંગળકમલાના કીડામંદિર ધર્મ ! તું મારો ઉદ્ધાર કર. આ પેજના સર્વ સંબોધનમાં કરવી.
(૪) “હ તન' ધર્મને વાવટ કરુણાનો છે. સર્વ જીવ પર દયાભાવ, અભય ભાવના એ ધર્મ છે. ધર્મના મંદિર ઉપર કરુણાનો સફેદ ઝુંડે નિરંતર ઊડે છે. એના મંદિરમાં જે આવે તે નિર્ભય થઈ જાય છે. તીર્થકરના ચાર મેટાં ઉપનામાં એક “મહામાહણ”ઉપનામ છે. એના ધર્મચક્રમાં કરુણાને ઉલ્લેખ વ્યકત થાય છે. હે કરુણકેતન ! ધમ ! મને પાળ, મને પાળ.
(1) “ધર” અવિચલિત. મજબત. સમુદ્રને ધીરનું ઉપનામ અપાય છે. વિશિષ્ટ નાયક ધીર અને વીર હોય છે. પરોપકારપરાયણ એકચિત્તવાળાને ધીર કહેવામાં આવે છે. ધર્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org