________________
૩૬
શ્રી શાંતસુધારસ
આફ્લાદ ઉપજાવે તેવાં પરિણામ નીપજાવી સાચો રસ્તો બતાવનાર છે. જે સતામ્ અંતઃસ્ત્ર પ્રવૃત્તય: પ્રમાણભૂા સંદેહવાળી વસ્તુઓમાં સંતપુરુષનાં અંતઃકરણની પ્રવૃત્તિઓ પ્રમાણું-- ભૂત મનાય છે, પણ એવું પ્રમાણુત્વ લાવવા માટે અંત:કરણ શુદ્ધ જોઈએ અને વિચારક સંત હોવા જોઈએ. એ ક્યારે થાય ? તે અન્યત્ર વિચારવામાં આવ્યું છે (જુઓ. મારે સૌજન્ય પરને લેખ). અત્ર એવી સદબુદ્ધિની પ્રાપ્તિ એ ધર્મ કલ્પવૃક્ષનું ફળ છે એ નિર્દિષ્ટ કરવાનું છે. આ લોકમાં દશ વસ્તુઓ ગણાવી છે તે ગણું લેવી.
આવી રીતે ધર્મના પ્રભાવથી અનેક સગવડે, સુખ, વૈભવ, આનંદ, વિલાસો મળે છે. સારા કુળમાં જન્મ થવો, સર્વ ઇંદ્રિય અનુકૂળ હાવી, શરીરવૈભવ સારે હવે, બુદ્ધિશક્તિ, ગ્રહણશક્તિ, તુલનાશક્તિ સારી હોવી, મગજ ચેખું હોવું, કૌટુંબિક જનેની અનુકૂળતા હેવી, ખાવાપીવાના પદાર્થોની વિપુળતા હેવી, સારા શહેરમાં વાસ હોવો, સત્સંગતિ હેવી, ચર્ચા વાર્તા ઉન્નત જ થતી હોય તેવા પ્રસંગમાં રહેવાનું થવું, આદેય વચન થવું, કીર્તિ થવી, યશ થવો વિગેરે અનેક અનુકૂળતાએ ધર્મના પ્રભાવથી મળે છે. આ પત્રકમાં બીજી સેંકડો બાબતે ઉમેરી શકાય તેમ છે તે સર્વ સમુચ્ચયે અને વ્યક્તિગત સમજી લેવી.
અત્યારે આપણને અનેક અનુકૂળતાઓ મળી છે, પરંતુ જરૂરી વસ્તુઓ કે અનુકૂળતાઓ મળી હોય ત્યારે તેની વાસ્તવિક કિંમત બહુ ઓછાને થાય છે. એ વાતને બાજુ પર રાખીએ તો પણ જે ધર્મના પ્રભાવથી મળ્યું છે તેનાથી ઘણું કરી શકાય તેમ છે. ધર્મને મહિમા બતાવતાં આવું આવું અનેક ધર્મથી મળે છે તે બતાવવાને અત્ર આશય છે. એ વસ્તુઓમાં રાચી જવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org