________________
૩૪
શ્રી શાંતસુધારસ
e
ધર્મથી એકછત્ર રાજ્ય મળે છે, ચક્રવત્તીની પદવી પ્રાપ્ત થાય છે, સાર્વભામત્વ ધર્મ–પુણ્યની પ્રબળતાથી મળે છે. - ધર્મથી રૂપવતી, સુશીલ, પ્રેમાળ પત્નીને પેગ થાય છે, એ આજીવન પતિસેવા કરે છે અને પતિપરાયણ રહે છે. પતિની સગવડ જાળવવામાં અને જીવન સાર્થક્ય જણાય છે અને પોતાના ક્ષેત્રમાં એ ગૃહસામ્રાજ્ઞી બની રહે છે. સુકુલીન નારી પ્રાપ્ત થવી એ પુણ્યરાશિની વિપુલતા સૂચવે છે.
ધર્મથી દીકરાને ઘેર દીકરા થાય છે અને દીકરાઓ પણ પિતાના નામને સાર્થક કરનાર, પિતાની આબરુમાં વધારે કરનાર અને સર્વ પ્રકારે ગ્ય તેમજ વિનયી થાય છે. વ્યવહારુ નજરે દીકરાને ત્યાં દીકરા થવા એ ભાગ્યની નિશાની ગણાય છે
ધર્મથી અન્યને ચે–ગમે તેવું રૂપ પ્રાપ્ત થાય છે. સારું રૂપ એ ખાસ લાભ છે. માણસો અંતરના ગુણ તો પરિચયે જાણે, પણ આકર્ષક આકૃતિ દુનિયામાં ઘણીવાર બહુ કાર્યસાધક નીવડે છે.
સુંદર કાવ્ય કરવાનું ચાતુર્ય ધર્મથી પ્રાપ્ત થાય છે. કવિ બનાવી શકાતા નથી, એ જન્મ જ છે અને સુંદર કવિની સર્જકશક્તિ નૈસર્ગિક જ હોય છે. એ નૈસર્ગિક શબ્દ જ પૂર્વનું સુકૃત્ય સૂચવે છે. મહામહેનતે નિપજાવેલ કાવ્ય ઉપર કે નજર સરખી પણ નાંખતું નથી; જ્યારે ચાલતાં ચાલતાં બનાવેલ કાજો લેકપ્રિય થાય છે અને વર્ષો સુધી લેરુચિને પોષે છે. એ શક્તિ ક્ષપશમ વગર આવતી નથી અને એ ક્ષપશમ તે જ પુણ્ય-તે જ ધર્મ.
સુસ્વર પ્રાપ્ત થવો એ પણ ધર્મને પ્રભાવ છે. કંઠમાધુર્ય, સભાને રીઝવવાની વ્યાખ્યાનશક્તિ, મેટી પરિષમાં–મેળાવડામાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org