________________
ધર્મભાવના
૩૩ અને અનર્થની કદર્થનાને તદ્દન નકામી બનાવી દે છે. તેવા મહાદયાવાળા-કારુણિક ધર્મને આપણે અનેક વાર પ્રણામ હે!
ધર્મ વૈભવ અને મહામંગલિકમાળા વિસ્તારી આનંદ પૂરે છે. ધર્મ આચરનારની આવડત, વિવેક અને વિલાસ પ્રમાણે તેની પ્રગતિ કરી આપે છે. એ પુણ્યપ્રાગભારને દર્શાવનાર ધર્મરાજને નમસ્કાર છે! એને નમસ્કાર છે એટલે એનું મૂલ્ય સમજી એને એ સ્વરૂપે ઓળખવાનું છે અને એની જમે પુંછ ખવાઈ ન જાય એ ધ્યાનમાં રાખી, એમાં પ્રતિદિન વધારે કરવાનો નિર્ણય કરવા યોગ્ય છે. ખાલી મસ્તક નમાવવાથી વાસ્તવિક પ્રણામ ન થાય, માટે આદર-સ્વીકાર–આચરણયુક્ત પ્રણામ કરે તેથી જ સાદે પ્રણામ ન લખતાં ઉપાધ્યાયશ્રીએ ભક્તિપ્રણામ શબ્દનો ઉપયોગ કર્યો છે. “ભક્તિ” માં આતર પ્રેમ, શ્રદ્ધા અને ઉમળકાને સમાવેશ થઈ જાય છે.
૪. ૭. ધર્મ એટલે સારું ચારિત્ર-ઉત્તમ વર્તન. એનાથી બાંધેલ શુભ કર્મ આ દુનિયામાં અનેક પ્રકારના લાભે આપે છે અને વ્યવહારુ પ્રાણીને આનંદ આપે છે. એ ધર્મ કલ્પવૃક્ષ છે. ધર્મકલ્પવૃક્ષથી કેવી કેવી વસ્તુઓ મળે છે તેની થોડી વાનકીઓ બતાવીએ. ધર્મના પ્રભાવથી નીચેની વસ્તુઓ મળે છે, તેથી તેમાંની કોઈ પણ વસ્તુ મળે ત્યારે એને પૂર્વ શુભ કર્મને ઉદય–પૂર્વે આચરેલ ધર્મનું ફળ સમજવું. સમાન અભ્યાસ તેમજ આવડતવાળાની સુખ સગવડમાં આ પુણ્યપ્રાગભારના ફેરફારથી, તફાવત પડે છે. બાકી કરેલ ક્રિયાને નાશ થતો નથી અને ન કરેલ કાંઈ આવી પડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org