________________
શ્રી શાંતસુધારસ ધર્મ સર્વ પ્રકારના હિત માટે પ્રયત્ન કરનાર છે તેટલું જ નહિ પણ એ સર્વ અર્થ–ઈચ્છિત વસ્તુ અને સિદ્ધિને આપનાર છે. અહીં જે વસ્તુની ઈચછા થાય તે મળી આવે તે કાંઈ આકસ્મિક નથી. ઘણું પ્રાણીને મોદક ખાવાનું મન થાય પણ લોટ હોય તે ઘી હોતું નથી અને બને હોય તે ગેળ કે સાકરને જેગ ખાતો નથી. ઈષ્ટ અદ્ધિ-સિદ્ધિ મળવી એ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ય છે. પોતાની શક્તિ ઉપર જ ગણતરી કરનાર અનેક વખતે ખોટા પડતાં આપણે દરરોજ જોઈએ છીએ.
એવી જ રીતે આ ભવમાં અને પરભવમાં ઈષ્ટ સ્વર્ગને આપનાર પણ ધર્મ જ છે. વૈભવ, વિલાસ, આનંદ ઈચ્છનાર સ્વર્ગ ઈચ્છે છે, ત્યાગી મોક્ષ ઈચ્છે છે. પરંપરાએ મોક્ષ અપાવનાર ધર્મ જ છે. ત્યાં પુણ્ય પ્રકૃતિને નાશ કરવો પડે છે, પરંતુ તે રસ્તાની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર તરીકે આપણે ધર્મને ગણી શકીએ.
ન ઈચ્છવાજોગ આપત્તિ–ઉપાધિથી ભરેલા વિકટ અને અનિષ્ટ પ્રસંગોને આ સંસારમાં પાર નથી. પૈસા ખાઈ બેસવા, પુત્ર સ્ત્રીનાં મરણ, શરીરને વ્યાધિ, કોઈ સાથે અણબનાવ, અપકીર્તિ વિગેરે અનર્થના અનેક પ્રસંગે વારંવાર બની રહેતા જોવામાં આવે છે. ધર્મ આવા અનર્થના પ્રસંગેને દૂર રાખે છે, એવી પીડા આવવા દેતું નથી અને અંધારી રાત્રે બચાવ કરે છે. પુત્રી કે પુત્રવધૂનું વૈધવ્ય, માનસિક મૂંઝવણે વિગેરે અનર્થોને એ અટકાવી દે છે. કદાચ કે પાપકર્મના ચેગથી એવી કદર્થના આવી પડે તે તેને સહન કરવાનું ધર્મ સામર્થ્ય આપે છે.
આવી રીતે સચરાચર જગતને ધર્મ ઉજજ્વળ બનાવે છે, આ ભવ પરભવમાં હિત કરીને અર્થસિદ્ધિ કરી આપે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org