________________
ધર્મભાવના
૩૧
જ્યારે પુણ્યપ્રકૃતિનો ઉદય હોય છે અને પાસા સવળા પડતા હોય છે ત્યારે આખી દુનિયા આપણી સાથે હસે છે. આપણને પક્ષીનાં ગાન, વનરાજીની શોભા, પર્વતની લીલાશ, નઝરણાનાં વહન, સમુદ્રના તરંગ, ચંદ્રની સ્ના વિગેરે સર્વમાં આનંદ આવે છે. ચરાચર જગત આપણી સાથે હસતું હોય અને આપણને સર્વ પ્રકારે આનંદ આપવા તૈયાર થઈ રહ્યું હોય એમ આપણને લાગે છે. ત્રણ લેકમાં જાણે આપણે વિજય પ્રસરતો હોય અને પ્રાણુ–પદાર્થો સર્વ આપણને આવકાર આપવા, આનંદ અપવા ઉદ્યક્ત થઈ રહ્યા હોય અને આપણે એનાં સર્વ વિલાસનૃત્યનાં કેંદ્ર હોઈએ એવો આપશુને ખ્યાલ થાય છે. આ સર્વ પુણ્યકર્મનો-ધર્મનો પ્રભાવ છે.
( વ્યક્તિગત પ્રાણીના પુણ્ય તેને આનંદ આપે છે પણ એમાં અચર-સ્થાવર પિદુગલિક જગતને સ્થાન નથી તેથી ઉપરને જ અર્થ શક્ય લાગે છે.).
ધર્મ પ્રાણીનું હિત કરનાર છે અને એનાં સર્વ ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ કરી આપનાર છે. આ પ્રાણીને જે માગે તે મળે અને એની ઉત્તરોત્તર સગવડ વધારે ને વધારે જળવાતી જાય તેનું કારણ એની પુણ્યપ્રકૃતિ છે. એણે કરેલી ધર્મની આસેવના એને અત્યારે ફળ આપતી રહે છે. એનું આ ભવમાં જે કાંઈ હિત થાય તેનું મૂળ કારણ ધર્મ છે. સામાન્ય સમજણવાળા સુખી હોય છે અને વર્ષો સુધી અભ્યાસ કરનાર અને લાંબી નજર પહોંચાડનાર જમે ઉધારના પાસાં સરખાં પણ કરી શકતા નથી એવું ઘણીવાર જોવામાં આવે છે, તે અગાઉ ઉત્પન્ન કરી રાખેલ શુભ સંચયના ખુલાસાને જ માગી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org