________________
૧૩૨
શ્રી શાંતસુધારાસઃ
નાસભાગ થઈ રહી અને લોકોના જાનમાલની સલામતી મોટા ભયમાં આવી પડી, છતાં આપણે ઉપર જોયું છે કે રાંદેર, સૂરત અને તેની આસપાસ ગુજરાતમાં રહીને જ સર્વ કૃતિઓ ગ્રંથકર્તાએ કરી છે અને કેટલીક કૃતિઓ તે અસાધારણ એકાગ્રવૃત્તિ અને વિશિષ્ટ અભ્યાસને પરિણામે રચાયેલી છે. એ સર્વ બતાવે છે કે લેખકના મનમાં આત્મારામ રમણતા હતી, વાતાવરણને તાબે ન થઈ જતાં તેની ઉપરવટ થવાની તાકાત હતી અને શાંતિના માર્ગની સાધ્યસ્પષ્ટતા નજર સન્મુખ રાખવાની વિશિષ્ટ આવડત તેમનામાં હતી. સાંસારિક–
જનતા સામાન્ય રીતે અંધકારમાં હતી. લશ્કરી વર્ગો લડાઈની વાતમાં પડેલા હતા, બાકીના વર્ગો અવ્યવસ્થાના સપાટામાં હતા, આખો વખત ચારે બાજુ લડાઈના ભણકારા વાગ્યા જ કરતા હતા, તેમાં વાતો જિંદગીની અસ્થિરતા, ભય અને અગવડની જ ચાલ્યા કરતી હતી, અમુક વિશિષ્ટ વર્ગને બાદ કરીએ તે અભ્યાસ બહુ સામાન્ય હતા, કેને મેટો ભાગ અજ્ઞાનતામાં સબડતે હતો અને ચારે તરફ અંધકાર અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. જનતાને મુસલમાન વર્ગ તરફથી મેટો ભય હતું અને દિલ્લી એટલું દૂર હતું કે ત્યાંસુધી રાવ પહોંચાડવાની જોગવાઈ લગભગ નહિવત્ હતી. માત્ર દેશનું ધન દેશમાં જ રહેતું એટલે વરસાદ પણ સારાં થાય તે લોકેને ભૂખમરાને તાબે થવું પડતું નહિ, પણ એ સિવાય જીવનની શાંતિ માટે કે આત્મસુધારણાને માટે એ સમયમાં અતિ અલ્પ તક મળતી હતી. આવા સમ
તી. માત્ર ત્યાં પતિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org