________________
૧૨૬
શ્રી શાંતસુધારસ : વિજયે તેમની સાથે સંકેત કર્યો હશે (વચન આપ્યું હશે) કે બાકીને ભાગ પિતે પૂરે કરી આપશે. | સંવત ૧૭૩૮ સુધીમાં તો યશવિજયના જ્ઞાનશક્તિ અને કવિત્વને સમાજને સારી રીતે અનુભવ પણ થઈ ગયે હશે એટલે વિનયવિજયના “વિશ્વાસ ભાજન” અને તેમના પૂરણ પ્રેમના ભાજન” શ્રી યશોવિજયે આ કૃતિને બાકીને ભાગ ધર્મપ્રેમીઓના હિત ખાતર અને આપેલ વચનના સંકેત પ્રમાણે પૂરો કર્યો છે.
આટલી સામાન્ય ટીકા કરી આ ગ્રંથમાં ( રાસમાં) કવિ તરીકેની શ્રી વિનયવિજયની વિશિષ્ટતા જરા વિચારી જઈએ:
શ્રીપાળરાજાને રાસ લખવા બેઠા એટલે એમણે ખરી રીતે શ્રીપાળના ચરિત્રની શરૂઆત કરવી જોઈએ, પણ તેમ ન કરતાં એમણે મયણાસુંદરીના બાળપણ, અભ્યાસ અને રાજસભામાં પરીક્ષાથી શરૂઆત કરી છે એ એમનું ગ્રંથની ગોઠવણ કરવામાં પાંડિત્ય બતાવે છે. એમણે ધવળશેઠના પાત્રને ખૂબ સુંદર રીતે ચિતર્યું છે અને એને ખરા આકારમાં બતાવી કવિત્ય બતાવ્યું છે, સમુદ્રના કલેલમાં અભુત રસ, રતનદ્વીપના સહસાબુ પર્વતના મંદિરના વર્ણનમાં અભુત રસ, ધવળશેઠના મરણમાં રઢ રસ, ચાર પનીઓના વર્ણનમાં શૃંગાર રસ, લડાઈમાં વીરરસ અને પતીઆના સાતશેં માણસોના વર્ણ નમાં હાસ્ય અને કરુણ રસ પડ્યો છે. રતનદ્વીપમાં આખા લગ્ન સમારંભ ખૂબ સરસ રીતે વર્ણવ્યા છે. (ખંડ ૨ ઢાળ ૮ મી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org