________________
ગ્રંચકોની કૃતિઓઃ
૧૨૫
સાસરા જમાઈના સહયાગ કરાવે છે તે વખતે સુરસુ ંદરીને નાચતી અટકાવીને કવિત્વનું પ્રભુત્વ દાખવે છે. ચિત્રની પીંછીમાં જરા પણુ પાછા ન પડનાર એ તત્ત્વજ્ઞાની કવિ તરીકે દીપે છે, પણ એ તત્ત્વજ્ઞાનની મહત્તા કદી વિસરી શકતા નથી.
એકદરે શ્રીપાળરાસની કૃતિ ઘણી સફળ ગણાય. એમાં સર્વ પ્રકારના રસાને સ્થાન મળ્યું છે, પણ આખા રાસમાં સિદ્ધચક્રના મહિમાનું લક્ષ્યષન્દુ ચૂકાયેલ નથી.
એક નવા ગ્રંથ મનાવવા એ જુદી વાત છે અને અધૂરા ગ્રંથને પૂરા કરવા અને અસલ લેખકની લય જાળવી રાખવી એ તદ્દન જુદી વાત છે. માણભટ્ટના પુત્ર શાલનભટ્ટ કાદ’બરી પૂરી કરે, એ ઘણેા વિદ્વાન હતા છતાં પણ ખાણભટ્ટની કૃતિ અને એની કૃતિ જુદી તા જરૂર પડી આવે જ છે. આ રાસની કૃતિ એ વિદ્વાનાએ કરી છે તેમાં જરા પણુ રસક્ષતિ થઈ નથી અને તત્ત્વજ્ઞાન ભારાભાર ઉતારી આપવામાં શ્રી યશે।વિજય ઉપાધ્યાયે ‘ ભાગ થાકતા પૂરણ કીધેા, તાસ વચન સ ંકેતે જી એમ કહી જણાવી દીધું છે કે અધૂરા રહેલા ગ્રંથ તેમણે પૂર્ણ કર્યો છે અને તેમ કરવામાં તેમણે વચન આપ્યું હતું તે પૂરું કર્યું" છે.
અનુમાન થાય છે કે રચનાના ચાલતે કામે શ્રી વિનયવિજય ઉપાધ્યાય માંદા પડી ગયા હશે. તેમને શુદ્ધિ સારી રહી હશે. તે વખતે શ્રીમદ્યશેાવિજયજી તેમને પડખે બેસી નિઝામણા કરતા હશે. શ્રી વિનયવિજયે કહ્યું હશે કે મારા રાસ તા અરધે રસ્તે રહી ગયા, તે તમે પુરા કરો.’ શ્રી યજ્ઞેશ
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org