________________
વન્મભાવના
૨૯ અને બીજો ભાવ એવા આપત્તિના સમયમાં દિલાસે ધર્મથી જ મળે છે, આધાર-ટેકે ધર્મને જ થાય છે અને તે વખતે જે સચારિત્ર-વર્તન થાય તે પ્રાણીને ખરા ભાઈની ગરજ સારે છે. આવે વખતે મદદ કરે તે ખરે સજન, તે સાચો મિત્ર. દરરેજ વાત કરનાર, સાથે અમનચમન કરનાર અને ખીસ્સામાં કે ખભા પર હાથ રાખી સાથે ફરનાર નેહીઓ જ્યારે છોડી જાય છે ત્યારે ધર્મ પડખે ઊભું રહે છે. આ બીજો અર્થ પણ એટલે જ વિચારવા એગ્ય છે. - જ્યારે પૈસાની, તબિયતની, કુટુંબની, વ્યાપારની અનુકૂળતા હોય ત્યારે તે સર્વ સગાં અને સ્નેહી થવા આવે છે. આપત્તિ કષ્ટસમયે સર્વની કોટિ કરે છે. એ વખતે બીજા સહાય કરે કે ન કરે, પણ ધર્મ તે જાગૃત થઈ ચેકી કર્યા જ કરે છે. એક લેકમાં વાંચેલું યાદ આવે છે કે-વનમાં, રણમાં, શત્રના સંઘટમાં, પાણીમાં, અગ્નિમાં, મોટા સમુદ્રમાં, પર્વત ઉપર, આપણે સૂઈ ગયા હોઈએ, આળસમાં હોઈએ કે મુંઝાયા હોઇએ ત્યારે–એ સર્વ સમયે પૂર્વ પુણ્ય આપણું રક્ષણ કરે છે. આ પૂર્વ પુણ્ય તે “ધર્મ છે. જ્યાં જઈએ ત્યાં એના પ્રતાપથી લીલાલહેર થઈ જાય છે. અને આપણે ગાડીમાં બેસીએ તો એ એંજીનમાં બેસે છે, આ ધર્મને પ્રભાવ છે. અહીં સંવર્મિત સારા બખ્તરવાળા ધર્મની વાત કરી છે. ધર્મને બખ્તર શેનું હાય ? એ કંઈ લોઢાનું અખ્તર-કવચ પહેરે નહીં. એના બખ્તરમાં ધર્ય, ધતિ, અભય, અહિંસા વિગેરે સગુણે હોય છે. એ મરતાં શીખેલ હોય, એને મારવાની વાત હોય જ નહિં; એ મુંઝાય નહીં, શાંતિ–ધીરજ રાખે; એ અભિમાન ન રાખે; ન થઈ જાય વગેરે. ભૂખે મરવાનું પસંદ કરે, પણ અન્યાયથી કે અપ્રમાણિકપણાથી પૈસે ન જ લે. એ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org