________________
ગ્રંથકન્તની કૃતિઓઃ
૧૧૭
૯ અણસણ-પચ્ચખાણ-ચારે આહારનો ત્યાગ (ઢાળ ૭ મી) ૧૦ નમસ્કાર મંત્ર મરણ (સદર)
આ ગુજરાતી કૃતિ બહુ સુંદર છે, હૃદયંગમ છે અને બરાબર વાંચતાં આંખમાંથી અશ્રુધારા વહેવરાવે તેવી છે. માંદાના ખાટલા પાસે હૃદયની ભાવનાથી એને ગાતા સાંભળી હોય તે ખૂબ અસરકારક છાપ મન પર પડે તેવી તેની શબ્દરચના છે. શુદ્ધ ખપી જીવ અંતરની લાગણીથી એને ગાય અને શ્રોતા ધર્મપ્રિય હોય તે શાંતરસની જમાવટ અને વાતાવરણની વિશુદ્ધિ થતી મેં એકથી વધારે વખત જોઈ છે. મૂળ માગધી પન્ના પરથી બનેલી આ કૃતિ સફળ છે, વાંચીને વેદવા લાયક છે અને મુખપાઠ કરવા એગ્ય છે. અસલ એ સ્તવનને પાઠ કરવામાં વહેમ હતું, કારણ કે એમાં અંત્ય આરાધનાની વાત છે અને આ પ્રાણને મરવાની વાત કે એના વાતાવરણની ગંધ પણ ગમતી નથી, પણ હવે એ વાત રહી નથી. વહેલું કે મેડું મરવાનું તે સર્વને છે જ, એટલે આવી સફળ કૃતિને લાભ લેવાનું ચૂકવા જેવું નથી. “ ધન ધન તે દિન માહરે” એની છઠ્ઠી ઢાળ વાંચીએ ત્યાં મનમાં ઉમળકા આવે તેવું છે અને સાતમી ઢાળમાં અણસણની વાત કરતાં ધન્નાશાલિભદ્ર, મેઘકુમાર આંખ સામે ખડા થાય છે. નમસ્કાર પર વિવેચન કરી છેવટે તે કવિએ કમાલ કરી છે. આ સફળ કૃતિ બહલાવવા રોગ્ય છે, અસારવા યોગ્ય છે અને જીવવા મરવા ચગ્ય છે.
વિનયવિલાસ. (યશવિજયાદિ કૃતિ. પ્ર. કર્તા શેઠ વીરચંદ દીપચંદ સી. આ. ઈ. ભાગ બીજે) વિનયવિજય ઉપાધ્યાયે સાડત્રીસ પદો બનાવ્યા છે. એ વિનયવિલાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org