________________
૧૧૪
શ્રી શાંતસુધારાસ પછીના વહિ એટલે ત્રણ અને લેચન એટલે બે. અહીં ક્રમ ઉલટાવવાની જરૂર જણાતી નથી. કદાચ એને સંવત ૧૭૨૩ પણ હોય, તે જે વર્ષમાં શાંતસુધારસ ગ્રંથ બનાવ્યું તે જ વર્ષમાં આ કૃતિ થઈ ગણાય. પાંચ કારણને મુદ્દો સમજવા માટે સ્તવન ઉપયોગી અને સમજાય તેવી ભાષામાં લખાયેલું છે. એમાં ખાસ કાવ્યચમત્કૃતિ નથી.
ચેવીશી સ્તવન ( વીશી વીશી સંગ્રહ અમદાવાદ. પૃ. ૬૯-૮૩ ) ચોવીશ તીર્થકરના સ્તવને. દરેક સ્તવન ત્રણ, ચાર અથવા પાંચ ગાથાનું છે. કુલ ગાથા ૧૩૦ છે. તેમાં નેમિનાથનાં ત્રણ સ્તવને ૭, ૭ અને ૬ ગાથાના છે. મહાવીરસ્વામીનું સ્તવન સુપ્રસિદ્ધ છે “સિદ્ધારથના રે નંદન વિનવું.” એની છેલ્લી ગાથામાં લખે છે કે –
વાચક શેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધર્મતણે રસે જિન ચોવીશના, વિનયવિજય ગુણ ગાય. ૫
કુલ સ્તવનો ૨૬ છે. કૃતિ મધ્યમ પ્રકારની છે. કઈ કઈ સ્તવનમાં ભાવ બહુ ઊંચા પ્રકારનો છે. નમૂના તરીકે મુનિસુવ્રતસ્વામીનું સ્તવન જોઈએ ( પૃ. ૭૯ )
મન મધુકર સુણ વાતડી, તજ અવર સવાદ જિન ગુણ કુસુમ સવાદથી, ટળે સવિ વિખવાદ. મન. ૧ વિષય ધંતુરો મૂકીએ, તે માંહિ નથી ગંધ;
નારી વિજયા પરિહરે, મમ થાઈશ તું અંધ. મન૦ ૨ સોળ કષાય એ કેરડા, તેથી રહેજે દૂર, તે કંટક છે બાપડા, તુહે કરશે શૂર. મન૦ ૩. ૧ ભાંગ ( લીલાગર )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org