________________
૧૧૪
પ્રસ્કર્તાનીતિઓ :
એ વીર જિનવર પટ્ટદીપક મહજીવક ગણધરા, કલ્યાણકારક દુઃખનિવારક વરણવ્યા જગિ જયકર; હીરવિજયસૂરિ સીસ સુંદર કીતિવિજય ઉવઝાય એ, તસ સીસ ઈમ નિસદીસ ભાવે વિનય ગુરુ ગુણ ગાય એ. ૭૨
આ કૃતિ મધ્યમ પ્રકારની છે, પણ એતિહાસિક નજરે ઉપયોગી છે. ઈંદુદ્દતની કૃતિ સાથે મેળ મેળવતાં અને એમાં આણંદસૂરિની કોઈ વાત નથી એ સર્વ વિચારતાં એને સંવત હું ૧૭૧૮ લગભગ ધારું છું. - પાંચ સમવાય (કારણુ) સ્તવન (સજજન સન્મિત્ર, પૃ. ૩૨૪–૩ર૯ ) ઢાળ છે. ગાથા કુલ ૫૮ એના કળશમાં લખે છે કે
ઈય ધનાયક મુક્તિદાયક, વીર જિણવર સંથ સય સતર સંવત વહિં લોચન, વર્ષ હર્ષ ધરી ઘણો, શ્રી વિજયદેવ સુરિંદ પટધર, વિજયપ્રભ સુણદ એ; શ્રી કીર્તિવિજય શિષ્ય ઈણિપ,વિનય કહે આણંદ એ. ૯
આ સ્તવનમાં કાળમતવાદી, સ્વભાવવાદી, ભાવી સમવાયવાદી, કર્મવાદી અને ઉદ્યમવાદીના મત વિસ્તારથી બતાવી પછી છઠ્ઠી ઢાળમાં એ સર્વ જિનચરણે આવે છે, ત્યાં છેવટને ફિસ થાય છે કે –
એ પાંચે સમુદાય મન્યા વિણ, કેઈ કાજ ન સિઝે; અંગુલિ યોગે કરતણું પરે, જે બુઝે તે રીઝે.
આ રીતે પચે સમવાય કારણની જરૂર બતાવી છે. આ રચના સંવત ૧૭૩ર માં થઈ છે. સંવત ૧૭ સદી માટે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org