________________
૧૧૨
શ્રીશાંત-સુધારન્સ :
ધર્મનાથ અવધારિયે, સેવકની અરદાસ; દયા કરીને દીજિયે, મુક્તિ મહાદય વાસ. ૧૩૫
એટલા પૂરતુ એ સ્તવન શ્રી ધર્મનાથની વિજ્ઞપ્તિ રૂપ છે. ગ્રંથકર્તાએ તેનું શિર્ષક એ રીતે ( ધર્મ નાથજીની વિનતિરૂપ) ખાંધેલ છે તે અત્ર જણાવુ પ્રાસંગિક છે.
પટ્ટાવલી સજ્ઝાય. (જૈનયુગ પુ. ૫ રૃ. ૧૫૬–૧૬૧) આ સજ્ઝાયની કૃતિને સંવત આપ્ચા નથી. એમાં શ્રી વિજયપ્રભસૂરિની ગચ્છપતિ તરીકે સ્થાપના સુધીની હકીકત આવે છે તે પરથી તે સ. ૧૭૧૨ પછી અનાવવામાં આવી હશે એમ સહજ અનુમાન થાય છે. એમાં કુલ ગાથા ૭૨ છે. સરસ્વતીની સ્તુતિ કરીને એમાં સુધર્માંસ્વામીથી પટ્ટપર પરા વર્ણવી છે. પ્રથમ ઢાળમાં થૂલભદ્રે કામદેવના નાદ ઉતાર્યો તેનું વર્ણન ૧૨ ગાથામાં બહુ સુંદર કર્યું છે. દરેક આચાય ની વિશિષ્ટતા અને કેટલીક તેમની કૃતિઓનાં નામે સાથે આપ્યાં છે. પેાતાના ગુરુ કીતિ વિજયને ઉપાધ્યાય (વાચક) પદવીપ્રદાનનેા મહેાત્સવ સારે વર્ણવ્યેા છે. હીરવિજયસૂરિએ ધર્મના મહિમા કેટલે ફ્લાન્ગેા તેનું પણ સારું વર્ણન કર્યું છે. વિજયસેનસૂરિ પછી વિજયદેવસૂરિને એમણે યુગપ્રધાન અને ગૌતમાવતાર તરીકે વર્ણવ્યા છે. ( ગાથા ૬૫ ) એમના વિહાર પ્રતિષ્ઠા વર્ણવી પટ્ટસ્થાપના વિજયસિંહસૂરિની કરી એમ બતાવ્યું છે ( ગા. ૬૮ ) વિજયદેવની હયાતીમાં વિજયસિંહ સ્વર્ગ ગયા એટલે પેાતાની પાટે વિજયપ્રભની સ્થાપના ગચ્છનાયક તરીકે કરી. આમાં વિજયતિલકસૂરિ કે વિજયઆણુ દસૂરિ સંબંધી કાંઇ પણ હકીકત આવતી નથી એ અર્થસૂચક છે. છેવટે લખે છે કેઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org