________________
ગ્રંથકર્તાની સ્મૃતિઓઃ
૧૧૧
સ્તવન સૂરત બંદરમાં ચોમાસું કર્યું તે દરમ્યાન સં. ૧૭૧૬ માં રચ્યું છે. એ ધર્મનાથજીની વિજ્ઞમિરૂપ છે. શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે ૯ દુહા આપ્યા પછી પાઈમાં સ્તવન છે. ચોપાઈઓ ૧૨૯ છે. કુલ ગાથા ૧૩૮ છે. ભવચક્ર નગરના ચાર પાડા છે, ત્યાં કર્મ પરિણામ રાજા વિધાતા જેવો છે. એના આઠ ભાઈઓ છે તેમાંના ચાર વિકરાળ–ઘાતી છે. એ આઠે બાંધનું સ્વરૂપ બતાવતાં મેહનીયનું અને તેના આખા પરિવારનું સ્વરૂપ ખૂબ વિગતથી બતાવ્યું છે. એના દીકરા રાગકેસરીના ત્રણ રૂ૫ (કામ, સ્નેહ, દષ્ટિરાગ) અને તેને પરિવાર તથા શ્રેષગજેંદ્ર બીજે દીકરે અને તેને પરિવાર બતાવી મેહરાજાના ફેજદાર મદનરાયને વર્ણવ્યા છે. પછી એના મોટા લશ્કર-સેનાપતિઓને વર્ણવે છે. ત્યારપછી સાત્વિકમાનસપુરના રાજા ધર્મનરેંદ્રના પરિવારને વર્ણવ્યા છે. આ મેહનીય અને ધર્મરાયના કટકે લડ્યા કરે છે. આટલી આ સ્તવનની વસ્તુ છે. છેલ્લી બે ચોપાઈમાં લખે છે કે –
સત્તરશે સેલર, સુરત રહી ચોમાસ; સ્તવન રચ્યું મેં અલ્પમતિ, આતમ જ્ઞાન પ્રકાશ. ૧૩૭ શ્રી વિજયદેવસૂરિ પટે, શ્રી વિજયપ્રભસૂરિ શ્રી કીર્તિવિજય વાચક્ત, વિનય વિનય રસપૂરિ. ૧૩૮
આ કૃતિની રચનામાં ખાસ કાવ્યચમત્કૃતિ દેખાતી નથી, પણ એકંદરે ભાષાકૃતિ હાઈ વાંચવા જેવી છે. કૃતિને છેડે પરમાનંદ કેવી રીતે પ્રાપ્ત થાય તે બતાવવા કહે છે કે –
ધર્મનાથ આરાધતાં, એ સવિ સીઝે કાજ; અંતરંગ રિપુછતિયે, લહિયે અવિચળ રાજ ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org