________________
ગ્રંથકર્તાની કૃતિઓ :
૧૦૩
વિરોધ ચાલતે હતો. વિજયદેવસૂરિએ સં. ૧૭૧૨ માં કાળ કર્યો ત્યારે વિજયપ્રભસૂરિની સામેના વિરેધમાં વિનયવિજય ઉપાધ્યાય સામેલ થયા. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી વિજય પ્રભસૂરિનો પ્રભાવ વધ્યા અને સંઘમાં તેમનું વિશેષ સન્માન થવા લાગ્યું. ગચ્છમાં વિરોધ વધી ન પડે તેટલા ખાતર આ વિજ્ઞપ્તિપત્ર વિનયવિજય ઉપાધ્યાયે લખ્યો હતો એમ જણાય છે. એનું અનુમાન વર્ષ સં. ૧૭૧૮ લાગે છે. ત્યારથી એમણે શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞાને સ્વીકાર કર્યો. નમૂનાના થોડા
ક જોઈ જઈએ, જેથી કાવ્યચમત્કૃતિનો ખ્યાલ આવે. આરંભ ક–
स्वस्तिश्रीणां भवनमवनीकान्तपक्तिप्रणम्यं, प्रौढप्रीत्या परमपुरुष पार्श्वनाथं प्रणम्य । श्रीपूज्यानां गुरुगुणवतामिन्दुदूतप्रभूतो। दन्तं लेखं लिखति विनयो लेखलेखानतानाम् ॥१॥
આબના વિમળ મંત્રી ને વસ્તુપાળનાં મંદિરે વર્ણવતાં કહે છે –
रूप्यस्वच्छोपलदलमयौ चित्रदोत्कीर्णचित्री, चञ्चञ्चन्द्रोदयचयचितौ कल्पितानल्पशिल्पौ । जीयास्तां तौ विमलनृपतेर्वस्तुपालस्य चोच्चौ, प्रासादौ तौ स्थिरतरयशोरूपदेहाविव द्वौ ॥५४॥
અમદાવાદની પળ-પાડાઓનું વર્ણન આનંદ આપે તેવું છે –
एकैकोऽस्य धुवमुडुपते ! पाटकोऽन्यैः पुराणां, वृन्दैस्तुल्यो जनपदसमान्येव शाखापुराणि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org