________________
૧૦૨
શ્રી શાંત-સુધા૨સઃ
શિખર વણુ જ્યાં છે. આખ્ પરના વિમળમત્રી અને વસ્તુપાળના દેરાના વર્ણન અને અચલગત શિખર પર સ્વર્ણમિશ્રિત મૂર્તિઓનું વર્ણન કરી ત્યાંથી ઇંદુને સરસ્વતીના કાંઠા પર આવેલા સિદ્ધ પુરમાં રાકાવાનું કહે છે. ત્યાંથી સાભ્રમતીના કાંઠા પર અહમદાવાદ જવાનું કહે છે. ત્યાંના લક્ષ્મીપતિઓના આવાસા તથા જિનચૈત્યે વર્ણવી વટપદ્ર( વડાદરા )ને વર્ણવ્યું છે. પછી ભરૂચ, તાપી નદીમાં સેકડા જહાજો અને છેવટે સૂરતનું વર્ણન અતિ ભવ્ય ભાષામાં કર્યું છે. ત્યાંના ગોપીપુરાના શ્રાવકેાપાશ્રયમાં જઇ ભવ્યમંડપમાં વ્યાખ્યાતાના સિંહાસન પાસે ઇંદુને જવાનું કહે છે. પછી ગુરુના ગુણાનું વર્ણ ન કરી એ મહાન તપગચ્છાધિપતિને નમજે અને પછી તેને મારા સદેશે! કહેજે એવી ભલામણ કરે છે. છેલ્લા ૧૦ કાવ્યામાં સદેશેા છે. લેખક અવગુણથી ભરેલા છે અને ગચ્છપતિ વિશાળ હૃદયના છે વિંગેરે વાર્તા રજૂ કરે છે.
આ આખા લેખની પાછળ લાંખે ઇતિહાસ છે. લેખની નજરે–કાવ્યની નજરે જોઈએ તેા એ ખરેખર સુંદર કાવ્ય છે. તે વખતના સૂરતથી જોધપુરના મા અત્યારના લગભગ રેલ્વેને જ માર્ગ છે. ખાસ કરીને અતિ ભવ્ય ભાષામાં શહેર, મા અને કુદરતનું' વર્ણન કવિએ કર્યું છે તે ખાસ વાંચવા જેવુ છે. એમાં કુલ ૧૩૧ ક્ષ્ાક છે. એ આખા લેખ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને લખાયલે છે. વિજયદેવસૂરિની હયાતીમાં જ વિજયસિંહસૂરિએ કાળ કર્યાં. ( સં. ૧૭૧૦) એ જાણીતી વાત છે. વિજયપ્રભસૂરિ સ. ૧૭૧૨ માં ગચ્છાધિપતિ થયા. તેમની પ્રકૃતિ આકરી હતી અને બીજા કેટલાક સુયેાગ્ય સાધુને છેાડીને તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું. તેથી ગચ્છમાં તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org