________________
ગ્રંથકર્તાની કૃતિઓઃ
૧૦૧ એ પ્રયત્ન સફળ છે, નયના સામાન્ય ખ્યાલ માટે ઉપચાગી છે અને પ્રાથમિક અભ્યાસીઓને માટે અનિવાર્ય છે.
ઈદુત (કાવ્યમાળા, નિર્ણયસાગર પ્રેસ, ચૌદમે ગુચ્છક)
તેને ટૂંક સાર વિજ્ઞપ્તિત્રિવેણિના ઉપોદઘાતમાં (લેખક શ્રી જિનવિજય પૃ. ૬-૧૮) આપેલ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી એક સંઘ બીજા સંઘ પર ક્ષમાપનાના પત્ર લખતા, શિષ્ય પિતાના ગુરુ પર લખતા અને કેટલીક વાર એવા પત્ર ૬૦ હાથ અને કોઈ વાર તે સે હાથ લાંબા થતા. એની પહોળાઈ ૧૦-૧૨ ઇંચ અને કાગળો સાથે કાગળ ચુંટાડી એમાં મંદિરના દેખાવો વિગેરેના ચિત્રો મૂકતા. એને આકાર જન્મપત્રિકા જે થતા. રાજા બાદશાહનાં મહેલ, નગર, બજાર, ભિન્નભિન્ન ધર્મોના દેવાલય અને ધર્મસ્થાને, કૂવા, તળાવ, નદી, નટ બાજીગરના ખેલ, ગણિકાનાં નૃત્ય વિગેરે અનેક ભાતના દશ્યોનું આ વિજ્ઞપ્તિપત્રમાં આલેખન થતું હતું. આ ચિત્રવિભાગ સાથે વર્ણનવિભાગ પણ બહુ સુંદર કાવ્યમય બનાવવામાં આવતા હતા.
આ લેખ વિનયવિજય ઉપાધ્યાયે જોધપુર(મારવાડ)થી લખે છે. તે વખતે આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ સૂરતમાં ચાતુર્માસ હતા. ભાદરવા સુદિ ૧૫ ની રાત્રીએ ચંદ્રને જોતાં તેને ફત બનાવી તેની સાથે આચાર્યને વિજ્ઞપ્તિ મેકલી છે. આ લેખ સંસ્કૃત–મંદાક્રાંતા છંદમાં છે. ભાષા કાવ્યની અતિ આકર્ષક અને વર્ણનો ભવ્ય છે. ૨–૭ સુધીના કાવ્યોમાં જોધપુરનું વર્ણન છે. પછી ચંદ્રને દૂત ગણી કુશળપ્રશ્ન તેને પૂછે છે અને જોધપુરથી સુરત જવાનું છે એમ જણાવી તેના આખા રસ્તાનું વર્ણન કરે છે. કંચનગિરિ, ઝાલર, શિરોહી, આબુના ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org