________________
૭.
મનાય છે.
ધર્મભાવગ્ના
૪. ૫. હવે ધર્મને બીજા દષ્ટિબિન્દુથી વિચાર કરીએ. ધર્મને એક અર્થ પુણ્ય-સુકૃત્યને પરિપાક. સારાં કાર્ય કરવાથી સારાં કર્મ બંધાય છે અને તેનું ફળ મળે છે. એ અર્થમાં ધમ શબ્દ વપરાય છે અને બીજી રીતે જોઈએ તો ધર્મ કરવાની ભાવના અથવા સચારિત્રશીલ વર્તન કરવું તે પણ “ધર્મ' તરીકે ઓળખાય છે.
જીવનમાં એવા પ્રસંગો પણ આવે છે કે જ્યારે ચારે તરફ દિશા સૂઝતી નથી. આપત્તિનાં વાદળ વરસે છે, પૈસા હોય તે ચાલ્યા જાય છે, સગાસંબંધીઓમાંથી મુદ્દાસરના માણસે ઊડી જાય છે, ચારે તરફથી આફતના સમાચાર આવે છે અને પ્રાણી હતાશ થઈ ઊંચે આભ અને નીચે ધરતિ તરફ જઈ રહે છે. એવે વખતે એની અપકીર્તિ થાય છે, ખાવાપીવાના સાંસાં પડે છે, અક્કલ બહેર મારી જાય છે. આ સર્વ માઠા દિવસનાં લક્ષણે છે.
આવા દુઃખના દહાડામાં માતા-પિતા, ભાઈ કે દીકરા સહાય કરવાને બદલે સામા થઈ બેસે છે. નજીવા બનાવે યાદ કરી મહેણું મારે છે. કેટલીક વાર બને તેટલું નુકશાન કરવા પ્રયત્ન કરે છે. પોતે રાજા હોય તો આખું લશ્કર દીન બની જાય છે, ઉત્સાહહીન થઈ જાય છે અને પોતે ગમે તે બળવાન હોય અને ભુજાના બળ પર ઝઝૂમતો હોય તે સર્વ નિષ્ફળ બની જાય છે.
આવે વખતે મિત્ર મિત્ર રહેતા નથી, સગા યાદ કરતા નથી, પુત્રો પરાક્ષુખ થઈ બેસે છે, જેના ઉપર ગણતરી મૂકી હોય ત્યાંથી ખાલી હાથે પાછા આવવાનું બને છે અને આખી દુનિયા જાણે ઘોર અંધકારમય થઈ ગઈ હોય એવું લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org