________________
વ્યક્તનીસ્કૃતિઓઃ નવા છંદમાં રચના કરી શકીએ છીએ, નવ રસ અને અલંગ કારની ઘુંચવણના માહિતગાર છીએ, છ ભાષાના પદ્યબંધની રચના અમને હસ્તગત છે અને અધ્યાત્મવિદ્યામાં અમે ધુરં ધર છીએ. આવા અમને લોકમાં જીતનાર કેણ છે? આવા અભિમાનમાં અમે મત્ત થયા હતા એવામાં અકસ્માત્ અમારી નજર શ્રી હેમચંદ્રાચાર્ય વિગેરે પર પડી એટલે તેમના પ્રબંધો જોતાં અમારો સર્વ ગર્વ ગળી ગયે. એના ગંભીર અર્થોને વિચારતાં એમની સાહિત્યલીલાના ધ્યાનમાં અમે ગરકાવ થઈ ગયા.”
સદર પ્રશસ્તિ પરથી જણાય છે કે તેમણે સૂત્રને ક્રમ જ ફેરવ્યું છે, પણ સૂત્રે તે અસલ સિદ્ધહૈમના જ રાખ્યા છે. આ ટકાની લોકસંખ્યા ૩૪૦૦૦ લખી છે. તેમાં પ્રકિયાના કલાકો સાથે ગણ્યા છે કે નહિ તે સ્પષ્ટ નથી.
આ વ્યાકરણની ટીકા હાલમાં ઉ. ક્ષમાવિજયજી મારફત મુદ્રણ થાય છે. એમણે એની બે ત્રણ પ્રતા મેળવી છે. શુદ્ધ કરવા માટે બનતે પ્રયાસ કર્યો છે. પૂર્વાર્ધ છપાઈ ગયેલ છે, આગળ છપાય છે. તેની પ્રશસ્તિ બધી પ્રતમાં સરખી નથી છતાં પ્રયાસ કરીને તેઓ સાહેબે ઠીક કરીને લખી મોકલી છે તે નીચે પ્રમાણે છે–
प्रशस्तिः नव्ये काव्येऽतिभव्याः प्रथितपृथुधियः पाणिनीये च हैमे, विज्ञाने वास्तुतत्त्वेऽप्यतिविशददृशः कर्कशास्तर्कशास्त्रे । सिद्धान्ते बुद्धिधन्या गुणिगणकगणाग्रेसरा नाटकज्ञा, निष्णाता नीतिशास्त्रे शकुननयविदो वैद्यके हृद्यविद्याः ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org