________________
૯૦
શ્રીષ્ણાંતસુધારસ એવા આધારે પણ પુષ્કળ છે. ગ્રંથકર્તાનું જ્ઞાન કેટલું વિશાળ હશે, યાદશક્તિ કેટલી તીવ્ર હશે અને વાંચેલ વાતને શોધી કાઢવાની શક્તિ કેટલી મજબૂત હશે તેને ખ્યાલ કરવા જેવું છે. અત્યારની જેમ તે વખતે ગ્રંથો મુદ્રિત થયેલા નહેાતા, ગ્રંથની અનુક્રમણિકા તે વખતે તૈયાર કરવાનો રિવાજ નહોતે, આચારાંગમાં વાંચેલ હતું એમ યાદ કરતાં તેમાંથી પાઠ ન નીકળે તો ભગવતીસૂત્રમાંથી એ પાઠ કાઢતાં કલાકે થાય તે તે યુગ હતો. તેવા હજારે ઉતારા સાથે આધારભૂત ગ્રંથ તદ્દન શુષ્ક વિષય પરનો તૈયાર કરે અને તેમાં સ્કૂલના આવવા ન દેવાની ચીવટ રાખવી એ અતિ વિશાળ જ્ઞાન, યાદશક્તિ પર કાબૂ અને સમુચ્ચયીકરણશક્તિ(Synthetic power)ને મહાનમૂનો પૂરો પાડે છે.
ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા કરનાર શ્રી ભાવવિજયે એ ગ્રંથ શોધી આપે છે. એ ભાવવિજયનું આગમજ્ઞાન અતિ વિશાળ હતું. આ રીતે આ ગ્રંથ પર આગમજ્ઞની છાપ મારવામાં આવી છે.
આ ગ્રંથમાં એક ખાસ વિશિષ્ટતા જોવામાં આવે છે. એમાં અનેક યંત્ર અને ચિત્ર મૂકવામાં આવ્યાં છે. એ ચિત્રો અને યંત્ર પૈકી યંત્રો તે ગ્રંથકર્તાએ પોતે જ તૈયાર કરેલાં છે, પણ ચિત્રો પિતે આલેખ્યાં હશે કે અન્ય કળાકાર પાસે તૈયાર કરાવ્યાં હશે તેની સ્પષ્ટતા કેઈ સ્થાનકે થઈ નથી. એ ગમે તેમ હોય પણ સત્તરમી સદીના આખરમાં જેન ચિત્રકળાનાં વહેણ કઈ દિશાએ વહેતાં હતાં એ બતાવવા માટે એ ચિત્ર ઘણું સામગ્રી પૂરી પાડે છે. મુસલમાન સમયની ઉત્તરાવસ્થાના અનેક ભાસે એ ચિત્રોમાંથી બરાબર માલુમ પડી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org