________________
ધર્મભાવના..
૨૫
વ્યાપી વરસાદ વરસીને શાંતિ આપે છે, ગરમી દૂર કરે છે અને પૃથ્વીને ઠંડી બનાવે છે. આ પ્રમાણે કરવું તે વરસાદને ધર્મ છે. ગરમ થયેલ પદાર્થોને અથવા લોકોને સમાધાસન આપવું તે તેને સ્વભાવ છે અને તે તેના સ્વભાવ પ્રમાણે વતીને તેવી રીતે પોતાની ફરજ બજાવે છે.
ઇ. ૪. ધર્મનો પ્રભાવ વધારે વિચારવા જેવો છે. દરિયાના ઉછાળા, એનાં તરંગે, એનાં મેજાં જ્યારે જુન જુલાઈ માસમાં આવે છે ત્યારે જોયાં હોય તો મોટી સ્ટીમરેને
૧ બીજી રીતે જોઈએ તો સૂર્ય—ચંદ્ર આ પૃથ્વી પર જ ઊગે છે અને વરસાદને ક્રમ ઋતુ અનુસાર થાય છે તે પણ વસ્તુસ્વભાવે બને છે. એ ઉપરાંત સૂર્ય ઊગે કે વરસાદ વરસે તેમાં એના સ્વભાવ ઉપરાંત કોઈ પુણ્યપ્રકૃતિનો ઉદય કલ્પવો અશક્ય છે. એવું સમુદાય કર્મ કાઈ નથી કે જેના પ્રભાવથી સૂર્યચંદ્ર ઊગતા હોય. આ ખુલાસો વિચારવા યોગ્ય છે. સમુદાય કર્મ જેવી કોઈ ચીજ હોય તો પણ કર્મપ્રકૃતિની કોઈ કક્ષામાં હું તેને મૂકી શકતો નથી. વસ્તુસ્વભાવ તરીકે ધર્મની વ્યાખ્યા કરતાં આ કુદરતી બનાવોને ખુલાસો મને શકય લાગ્યો છે. જે નિયમ સૂર્ય—ચંદ્રને લાગુ પડે છે તે જ વરસાદને લાગુ પડે છે.
વ્યવહારમાં આપણે કહીએ છીએ કે ધર્મના પ્રભાવથી સર્વ સારાં વાના થશે, વરસાદ પાણી સારાં થશે.” એવું પ્રચલિત વાક્ય બેલાતું હોય તો તેને તે તરીકે સમજવું. વસ્તુસ્વભાવ મને વધારે બંધબેસતો લાગે છે. આ મુદ્દા ઉપર બે લોકો પરિચયમાં છે અને બે અષ્ટકમાં છે તે વિચારવા લાગ્યું છે. ધર્મને અર્થ વસ્તુસ્વભાવ કરીએ તે ખુલાસો શક્ય છે, પણ આગળના શ્લોકમાં સિંહ ને દવની વાત આવશે ત્યાં તે
અર્થ બંધબેસતો થતો નથી. આ ચર્ચવા યોગ્ય વિષય છે તેથી વ્યવહારુ -વચન તરીકે ચલાવી લેવા યોગ્ય ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org