________________
૨૪
શ્રી•શાંતસુધારસ
તે તેના ધર્મ છે. આ દૃષ્ટિએ વિચાર કરીએ તેા આત્મા પેાતાના સ્વભાવમાં તે તે તેના ધર્મ છે અને સ્વભાવમાં ન વતાં વિભાવમાં પડી જાય તે તેટલે અ ંશે તેની ધર્મસ્મ્રુતિ થાય છે. ચેતનના સ્વભાવ શેા છે ? અને વિભાવા ક્યા છે? તે પર અત્ર વિવેચન કરવું અસ્થાને છે. અત્ર ધર્મ કેમ થાય ? તેની વિચારણામાં એના સ્વભાવને સ્થાન છે તે ધ્યાનમાં રાખીએ.
મુદ્દાની વાત એ છે કે દરેક ચેતન કે અચેતન પદાર્થ પેાતાના સ્વભાવમાં રહે તે તેના ધર્મ છે. સ્વભાવ એ જ ધર્મ છે, અને સ્વભાવ વિરુદ્ધ વર્તન થાય તેા ધમ ને નાશ તેટલા પ્રમાણમાં થાય છે. આ હકીકત આપણે કુદરતમાં જોઇએ તે ત્યાંથી પણ તેને અંગે અનેક દૃષ્ટાંતા મળી આવશે.
દાખલા તરીકે સૂર્યના સ્વભાવ લેાકેાને પ્રકાશ આપવાના છે. ચંદ્રા સ્વભાવ પ્રકાશ સાથે શાંતિ આપવાના છે. સૂર્ય એના નિયમ મુખ દક્ષિણાયન ઉત્તરાયણના ક્રમે નિરંતર ઊગે છે અને પ્રકાશ આપવાનુ કાર્ય કરે છે. તેવી જ રીતે ચાંદ્રમાસની ગણતરી પ્રમાણે ચંદ્ર ઊગે છે અને પેાતાની જ્યાનાથી જગતને શાંતિ આપે છે. એને સ્વભાવ વિશ્વ ઉપર ઉપકાર કરવાના છે અને એ ઉપકારકા સૂર્ય અને ચંદ્ર પોતપેાતાના સ્વભાવ અનુસાર કરે છે.
વરસાદના અનેક સ્વભાવમાંને એક સ્વભાવ જગતને શાંતિ આપવાના છે. સખ્ત ઉન્હાળાના તડકાથી લેાકેા અને આખી પૃથ્વી અણુ અણું થયું રહી હેાય છે, જ્યારે ૧૧૦, ૧૧૨ કે તેથી વધારે ડીગ્રી ગરમી પડતી હાય અને શરીર પર પાતળી ખાદીનું પહેરણુ પણ આકરું લાગતું હાય ત્યારે કાળક્રમે પૃથ્વી ઉપર ગગનમ ડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org