________________
પ્રાન્તની કૃતિઓઃ પરંપરા આપેલી છે. ગ્રંથરચના સં. ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાંચમે પૂરી થઈ તે વખતે તપગચ્છમાં આચાર્યપદે વિજયપ્રભસૂરિ હતા એમ એ પ્રશસ્તિમાં લખ્યું છે. આ બાબતમાં કાંઈ અવ્યવસ્થા જણાય છે. ૧૭૦૮ માં વિજયસિંહસૂરિ હયાત હતા. તેઓ ૧૭૦૯માં કાળધર્મ પામ્યા એ પ્રસિદ્ધ વાત છે. પ્રશસ્તિ કાંઈ મેડી લખાયેલી હોવી જોઈએ એમ મારું અનુમાન છે.
સર્વ વિષયોને સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. એમ એ ગ્રંથની આ નીચે આપેલી સંક્ષિપ્ત અનુક્રમણિકા પરથી જેવામાં આવશે. એના મુખ્ય ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક અને ભાવલેક. તેના સર્ગ ૬ છે. ૩૭ મે સર્ગ અનુક્રમણિકાને જ છે તે નીચે પ્રમાણે–
(દ્રવ્યલક) પ્રથમ સર્ગમાં મંગળાચરણ, અભિધેય, પ્રજન, શિષ્ટ પ્રસાદન, ઔદ્ધત્ય ત્યાગ, ગ્રંથનું નામ, અંગુળ–જન-રજજુ, પોપમ ને સાગરેપમનું સ્વરૂપ, ગુણાકાર, ભાગાકાર, સંખેય, અસંખ્યય ને અનંતના પ્રકારો વિગેરે કહ્યું છે.
બીજા સર્ગમાં દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક ને ભાવકનું નામ માત્ર આખ્યાન અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને સિદ્ધનું સ્વરૂપ બતાવેલું છે.
ત્રીજા સર્ગમાં જે ૩૭ દ્વારેવડે સંસારી જીનું સ્વરૂપ બતાવવાનું છે તે ૩૭ દ્વારનો વિસ્તાર–તેનું સ્વરૂપ બતાવેલું છે.
ચોથા સર્ગમાં પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મ સ્થાવરનું સ્વરૂપ કહ્યું છે. તેની ઉપર ૩૭ દ્વાર ઉતાર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org