________________
૭૮
શ્રી શાંતસુધારસ :
ધર્મસાગર ઉપર કેટલેક ઠેકાણે ટીકા કરી છે અને તેમણે કહેલા અર્થો સમીચીન નથી કે તેઓ આ કલ્પસૂત્રને આશય બરાબર સમજ્યા નથી એવી ગર્ભિત સૂચનાઓ કરી છે. તે યુગમાં વિજયપક્ષ અને સાગરપક્ષ વચ્ચે થયેલા ઝગડા ઐતિહાસિક છે તેની એમાં પીઠિકા છે.
એકંદરે ટીકાની ભાષા સરળ છે, વાંચવામાં મજા આવે તેવી છે અને લેખકનો ભાષા પર કાબૂ ઘણે સુંદર હોય એમ બતાવે તેવો એ ગ્રંથ છે. એમણે પોતે જ પ્રસ્તાવના કરતાં જણાવ્યું છે કે આ ક૯પસૂત્ર ગ્રંથ પર અનેક ટીકાઓ થયેલી છે છતાં તે સામાન્ય મનુષ્ય માટે આ ટીકા બનાવે છે. સૂર્ય હોય તો પણ ભોંયરામાં પ્રકાશ માટે નાના દીવાની જરૂર પડે છે એ તેમને આદર્શ છે.
આ ટીકા તેમણે સં. ૧૬૯૬ના જેઠ શુદિ બીજ ગુરુવારે પૂરી કરી એટલે એ તેમની કૃતિઓમાં પહેલી હતી એમ જણાય છે.
પ્રશસ્તિ પરથી લેખકના હૃદયમાં શ્રી હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ પ્રત્યે કેટલું માન હશે તેને ખ્યાલ આવે છે. પોતાના ગુરુ શ્રી કીતિવિજય ઉપાધ્યાય તરફ પણ તેમનું અત્યંત માન જણાય છે. લેખક તરીકે શ્રી કીર્તિવિયે વિચારરત્નાકર ગ્રંથ બનાવ્યો છે તેથી તેઓને પણ શાસ્ત્રબોધ સારા હશે એમ માલુમ પડે છે.
૧. એ ગ્રંથ છપાયેલ છે ને લભ્ય છે. તેમાં શ્રી આચારાંગાદિ સૂત્રોમાંથી અમુક સંખ્યામાં જુદા જુદા અધિકારે ચુંટીને દાખલ કરેલા છે. ખાસ વાંચવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org