________________
દ
શ્રી-શાંત-સુધારસ :
સ. ૧૭૨૩ માં શાંતસુધારસ ગ્રંથ મનાવ્યો. આ રીતે મહાન લેખક તરીકે તેમનું જીવન ચાલ્યુ. ટીકાકારથી શરૂઆત અને શાંતરસપાનમાં પરિનિર્વાણુ એ એમના જીવનવિકાસ બતાવે છે. પુજ્યપ્રકાશનું સ્તવન સ. ૧૭૨૯માં અનાવ્યું એ એમનુ દિશાસૂચન છે. ભગવતી સૂત્રની સજ્ઝાય સ. ૧૭૩૧માં અનાવી એ વિદ્વત્તાદર્શક વ્યાખ્યાનની લાઈનમાં જનાર છે. જીવનને છેડે તેએ શ્રીપાળના રાસ બનાવવા તૈયાર થયા એ એમનામાં ચાલુ રહેલ સતત રસાસ્વાદન વૃત્તિ ખતાવે છે. એ રાસમાં ( સ. ૧૭૩૮ ) તે સર્વ રસ આણી શકયા છે તે બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ તે જીવનરસ માણી શકતા હતા—આપી શકતા હતા. આ પ્રકારનું તેનુ સાધુજીવન હતુ અને આ રીતનેા તેમને વિકાસ હતા. જીવનરસ તેઓ તપ ત જાળવી શકયા હતા એ ખાસ નોંધવા લાયક બીના છે.
એમની સ કૃતિએ રાંદેર, સુરત, ગાંધાર અને રાંધણુપુરમાં થયેલી નાંધાયલી છે, એ જોતાં એમને વિહાર મુખ્યત્વે કરીને ગુજરાતમાં હશે એમ જણાય છે અને લેાકપ્રકાશ ગ્રંથ જૂનાગઢમાં પૂરા કર્યા એટલે ગુજરાત-કાઠિયાવાડને સમાવેશ થાય છે. એમણે જાહેરમાં વ્યાખ્યાન વાંચવામાં ખૂબ રસ લીધે હશે એમ તેમણે વ્યાખ્યાનની લખેલી સજ્ઝાયેા પરથી જણાય છે. શ્રી ભગવતીસૂત્રની સજ્ઝાય, પાંચ સમવાયી કારણની સાય એ દિશાએ તેમના ઝોક બતાવે છે.
તેઓશ્રી સત્યવિજય પન્યાસ સાથે ક્રિયાઉદ્ધારમાં જોડાઇ શક્યા નહિ તેથી તેએ મૂળ પાટને વળગી રહ્યા હશે એમ જણાય છે. તેઓએ જે શબ્દોમાં કલ્પિકરણાવલી ટીકાને અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org