________________
ગ્રંથકારશ્રીનવિનચવિજયજી
૬૭ ધર્મસાગર ઉપાધ્યાય પર ટીકા કરી છે તે પરથી જણાય છે કે તેઓનું વલણ એક અથવા બીજી રીતે તે વખતના તપગચ્છના ઝગડામાં ઝુકાવવાનું હતું. અત્રે એ ઝગડાની વિગતમાં ઉતરવાનું સ્થળસંકેચના કારણે બને તેમ નથી. માત્ર તેની આછી રેષા છેવટના ભાગમાં આપવામાં આવશે. ટૂંકમાં કહીએ તે શ્રી કલ્પસૂત્ર પર ધર્મસાગર ઉપાધ્યાયે કલ્પકિરણાવલી નામની ટીકા લખી હતી. શ્રીવિનયવિજય ઉપાધ્યાયે કલ્પસુઓધિકા ટીકા લખી, તેમાં ઘણી જગ્યાએ ધર્મસાગરના કરેલા અર્થ પર ચર્ચા કરી છે. કેટલીક વાર તે ધર્મસાગરના અર્થ માટે સુર રિન્યું એટલે એ વિચારવાયેગ્ય છે એમ લખ્યું છે અને કોઈ કોઈ સ્થળે વધારે પડતી ટીકા જરા આકરા શબ્દોમાં પણ કરી છે. ત્યારપછી ધર્મસાગરના શિખ્યાએ “વિનયભુજંગમયુરી ” નામની પુસ્તિકા રચી, તેમાં વિનયવિજય ઉપાધ્યાયના કરેલા અર્થો પર ટીકા કરી છે. આ ચર્ચા ગૃહસ્થાઈની મર્યાદામાં રહી શકી હોત તો તેમાં કાંઈ વાંધા જેવું ગણી શકાય નહિ. એક વસ્તુના જુદા જુદા દષ્ટિબિન્દુથી અથવા વ્યાકરણના નિયમ જુદા જુદા અર્થ કરવા એ તે વિદ્વત્તાના વિલાસો છે, પણ એમાં અંગત તત્ત્વ આવે એટલે ઘણુ વાર સભ્યતા ચૂકી જવાય છે. વિનયભુજગમયૂરી ” એ શબ્દ જ એ ભયંકર છે કે એમાં પછી વિવેકયુક્ત ચર્ચાને બહુ સ્થાન રહેતું નથી. ભુજંગ એટલે સર્પ. એને મારી નાખનાર “મયૂરી ” એટલે ઢેલ (મેરની માદા-female peacock). જેન જેવી અહિંસાપ્રિય સમાજમાં પુસ્તકનું આવું નામ રાખવામાં આવે ત્યાં અંગત તત્ત્વ કેટલું વિપરીત થઈ જાય તે સમજી શકાય તેવું છે. આ તકરારની જડ ઘણું ઊડી ગયેલી જણાય છે અને એ લેખ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org