________________
ગ્રંથકારશ્રી-વિગ્ન-
વિજળ્યજી ઉપર જણાવ્યું છે, છતાં તેમણે જે કૃતિઓ કરી છે તેને સમય વિચારતાં તે પરથી તેમને જીવનપ્રવાહ કેવા પ્રકારને હશે તે તારવી શકાય તેમ છે. કોઈ પણ લેખકની કૃતિઓ એના જીવનને પડઘે બરાબર પાડે છે, જે સમયે જે વિષય તરફ અમુક વ્યક્તિને પ્રેમ હોય તે તરફનું તેમનું વલણ પારખી શકાય છે, તે દષ્ટિએ વિચારતાં હું ઉપાધ્યાયજીની નીચે પ્રમાણે જીવનસરણું કર્યું છું. આ માત્ર અનુમાન છે અને એમાં સુધારાવધારે કરવાની કે સુચના કરવાની છૂટ રહે છે, તેમજ વધારે સ્પષ્ટ જીવનઉલ્લેખનાં સાધનો મળતાં તેમાં ફેરફારને જરૂર અવકાશ રહે છે.
કર્તા મહાત્માએ લેખક તરીકે શરૂઆત ક૯પસૂત્રની સુબાધિકા ટીકા( સં. ૧૬૯૬ )થી કરી. લોકપ્રિય ગ્રંથની ટીકા લખવી એ શરૂઆતમાં બહુ ઉપયોગી અને જરૂરી છે. એથી લેખક તરીકે આબરૂ જામે છે. એ કૃતિની પ્રશંસા થતાં એમણે મોટા લોકપ્રકાશ ગ્રંથ માટે તૈયારી કરી. સેંકડો શાસ્ત્રગ્રંથમાંથી હકીકત તારવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સર્વ હકીકતેને સંગ્રહ કર્યો. હજારે લેકની માલિક કૃતિ બનાવી અને તેમાં ઠેકાણે ઠેકાણે મૂળ ગ્રંથ–સૂત્ર આદિના ઉતારા કર્યા. આવી રીતે તેઓ સંગ્રહકાર મૂળ લેખક થયા, પણ એમને મૂળ વિષય તો વ્યાકરણને જ જણાય છે. સં. ૧૭૦૮માં લેકપ્રકાશ ગ્રંથ પૂરે કરી એમણે વ્યાકરણશુદ્ધિ અને સરળતા પર ધ્યાન આપી સં. ૧૭૧૦માં હિમલઘુપ્રક્રિયા બનાવી. અહીં ગ્રંથકાર તરીકે તેઓ પૂરજોસથી ઝળકયા. યુવાવસ્થાનું જેમ પૂરું થયું. પછી સંસાર પર વૈરાગ્ય આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org