________________
૪
શ્રીશાંતસુધારસ
ત્રણ જ વર્ષ રહ્યા જણાય છે. એ ઉપરાંત વિનયવિજય મહારાજે ગ્રંથરચનાઓ કરી તેના સમય વિચારતાં પણ એ વાત શક્ય હાય એમ લાગતું નથી. લાકપ્રકાશ ગ્રંથની રચના વિનયવિજયે સ. ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાંચમે પૂરી કરી છે. એ ગ્રંથની શહાદતમાં ૧૦૨૫ આધારા અન્યાન્ય ગ્રંથામાંથી મૂકેલાં છે એટલે કાશી સુધી એટલા અધા ગ્રંથા સાથે લઈ જવામાં આવે અને ત્યાં અભ્યાસ સાથે ગ્રંથરચના પણ થાય એ અનવાજોગ નથી. અભ્યાસકાળમાં ગ્રંથરચના લગભગ અશક્ય ગણાય અને કદાચ અસાધારણ બુદ્ધિવૈભવવાળા એવી અશકય વાતને શકય બનાવી શકે, તે પણ લેાકપ્રકાશ જેવા ગ્રંથની રચના તેા અશકય જ ગણાય. એને માટે શાંતિ અને સ્થિરવાસ જોઈએ, નજર સન્મુખ પુસ્તકભંડાર જોઇએ અને નવીન અભ્યાસ કરવાની ખાખત ન જોઇએ. એ સર્વ વિચારતાં વિનયવિજય મહારાજના કાશીના અભ્યાસ અથવા તે તેમને યશે!વિજય મહારાજ સાથે રહી કાશીમાં અભ્યાસ અનવાજોગ લાગતા નથી. શ્રીવિનયવિજય વૈયાકરણી અને આગમાભ્યાસી હતા, યશેાવિજય મહારાજ તાર્કિક હતા તેથી પણ એ વાતને બહુ મેળ ખાતેા નથી.
આ સુજશવેલીભાસમાંથી બીજી કેટલીક હકીકત પ્રાપ્ત થાય છે તેની વિચારણા તત્સમયના ઇતિહાસની વિચારણામાં થશે. અત્રે તા એને વિનયવિજયજી ઉપાધ્યાયના ચરિત્ર પૂરતા ઉપયાગ કરી લીધે. લેખક મહાત્માના જીવનપ્રવાહ—
શ્રી વિનયવિજય ઉપાધ્યાયના જીવન ઇતિહાસ કાંઈ પણ મળી શકતા નથી અથવા લગભગ નહિવત્ મળે છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org