________________
ગ્રંથકારશ્રીનવિનચવિજળ્યજી
૬૧ ૭૦૦૦ સીતેર હજાર રૂપીઆ ગુરુને રોકડા આપ્યા. આ સંબંધમાં કહેવાય છે કે કાશીથી આવેલ વિદ્યાગુરુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. તેઓ એક ચીઠ્ઠી લખી લાવેલા તે બતાવી તેમાં “૭૦૦૦૦ દ્રવ્યની પ્રાપ્તિ થશે' એમ લખેલું હતું.
આ હકીક્ત વિનયવિજયના ચરિત્રમાં એટલા માટે રજૂ કરી છે કે લૈકિક કિવદંતી પ્રમાણે એ પ્રમાણે આવનાર ગુરુ બનેના ગુરુ થતા હતા. હકીકતની સ્પષ્ટતા વિચારતાં એ વિનયવિજયના ગુરુ હોય તે વાત બેસતી નથી, છતાં લોકોક્તિ એવી હાઈ એ વાત અત્ર રજૂ કરી છે.
વિદ્યાગુરુ અને ઉપાધ્યાયના હોય કે એકના હાય, પણ શ્રી ખંભાતના સંઘે આવી સુંદર રીતે ગુરુની બુઝ જાણી એ વાત ખૂબ ગૌરવપ્રદ ગણાય. અસલના યુગમાં વિદ્યા વેચવાને રિવાજ નહોતે-જે કે શ્રી યશોવિજયજીના વિદ્યાગુરુને દરરોજને એક રૂપીઓ આપવામાં આવતો હતો એવી વાત ધાયલી છે. અસલના પ્રચલિત સુભાષિત પ્રમાણે વિદ્યા મેળવવાના ત્રણ માર્ગો છે. (૧) ગુરુની સેવા કરવાથી, (૨) પૈસા આપવાથી અને (૩) બદલામાં બીજી વિદ્યા આપવાથી. આ ઉપરાંત વિદ્યા મેળવવાને ચેાથો માર્ગ નથી. સામાન્ય માણસો તે કાશી જાય, ત્યાં ગુરુની સેવા કરે, તેમના ઘરનું કામકાજ કરે, રાત્રે ગુરુની પગચંપી કરે અને કેટલીક વાર સવારે ભિક્ષા લેવા પણ જાય. અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુ દેશમાં જવાની રજા આપે. ત્યારપછી અશાડ શુદિ ૧૫ ને જ દર વર્ષે બને તે રકમ પોતાની આવકમાંથી ગુરુને ગુરુદક્ષિણુ તરીકે મોકલી આપે. ભણતી વખત કોઈ જાતની ફી આપવાનો રિવાજ નહોતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org