________________
ગ્રંથન્કાર શ્રી વિનયવિજળ્યજી
૫૯
આ દંતકથા અશક્ય લાગતી નથી. તેનાં કારણે નીચે પ્રમાણે છે – ૧. શ્રીમદ્દ વિનયવિજય અને યશોવિજયજીને મુખ્ય વિહાર
ગુજરાતમાં હતો. ૨. તે યુગમાં શાસ્ત્રચર્ચા ઘણીવાર થતી. ૩. શરતો ઉપર જણાવ્યા પ્રમાણે અથવા તેને મળતી થતી. ૪. સિંદુર લગાડવા જેવી બાબતે જનતાના અભિમાનને
વધારે પોષતી અને તેનું મૂલ્ય પણ અંકાતું. ૫. જૈન અને બ્રાહ્મણ સંસ્કૃતિ વચ્ચે ચર્ચા કરવાના બહુ પ્રસંગે - ઈતિહાસમાં નોંધાયેલા છે. ૬. તામ્રલેખની હસ્તી હોય તો પાકે પુરાવા મળે તેવી તે બાબત છે. ૭. યશોવિજયજીને ન્યાયવિશારદ તથા ન્યાયાચાર્યના બિરૂદ મળ્યા હતા. તેઓએ ન્યાયના અનેક ગ્રંથો લખ્યા હતા અને તેથી દિવસો સુધી પૂર્વપક્ષ સંસ્કૃત ભાષામાં કરવાની તેમનામાં શક્તિ હતી.
ન્યાયપુર:સર ચર્ચામાં ખંડનમંડન થવું ઘટે, દિવસો સુધી પૂર્વપક્ષ ચાલે તેવી ચર્ચા ઠીક ન પડે. તે જોતાં કાંઈક અતિશયોક્તિ જેવું પણ લાગે. ખરો પુરા તામ્રલેખને ગણાય. તે જે હોય અને મળી આવે તે વાતની સ્પષ્ટતા થાય. ઈતિહાસપ્રેમી પુરાતત્વગામી શૈધકને ખંભાતના ભંડારના અધિપતિઓ સાથ આપે તે આ વાતની ચોખવટ થવી શક્ય ગણાય. એકંદરે આ હકીક્ત બનવાજોગ છે. એમ વધારે લાગે છે. શ્રીમદવિજયજીની કૃતિઓ જોતાં, તેમને ન્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org