________________
શ્રી શાંતસુધારસ :
| થઈ તે તે ચાલુ થઈ જાય તે પૂરતો સંભવ છે.
વર્તમાન કિસ્સામાં તેમ થયું હોય એમ વધારે લાગે છે (પ) શ્રી યશોવિજયજી ઉપાધ્યાયની કૃતિઓ અને વિનય
વિજયજીની કૃતિઓ જોતાં બન્નેનાં અભ્યાસનાં ક્ષેત્રે તદ્દન જુદા જણાય છે. યશવિજયમાં ન્યાય તરવરે છે ત્યારે વિનયવિજયમાં આગમજ્ઞાનની માત્રા વધારે પડતી દેખાય છે. લોકપ્રકાશના લખનારને એક બાજુ રાખીએ અને ન્યાયમંડખાઇ જેવા તાર્કિક ગ્રંથને સામે રાખીએ ત્યારે અભ્યાસની વિવિધતા તરવરી આવ્યા વગર રહે તેમ નથી. એક સરખા રસવાળાને સહાધ્યાયી તરિકેને સંબંધ બને. એક સાથે અભ્યાસ કરનારના રસાસ્વાદમાં આટલે બધે ફરક ન સંભવે.
આ ઈતિહાસ વિચારતાં શ્રી વિનયવિજય અને યશવિજય અભ્યાસ કરવા કાશી સાથે ગયા હોય એ વાત સંભવિત લાગતી નથી. અને સુજસેવેલીભાસ લબ્ધ થયા પછી તે એ સહયોગની સંભવિતતા લગભગ ન માનવાના નિર્ણય સુધી પહોંચી ગઈ જણાય છે. સુજસવેલીભાસ વિગેરે બાબતો પર આગળ વિવેચન આવશે ત્યાં પણ આ વાત સુસ્પષ્ટ થઈ જશે.
એક બીજી દંતકથા શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ નયકર્ણિકાના ઉપઘાત (પૃ. ૪૦-૧) માં નીચેના શબ્દોમાં રજૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org