________________
સંસ્કા૨શ્રીવિનયવિજળ્યજી જીવનચર્યા–
શ્રી વિનયવિજય ઉપાધ્યાયની જીવનચર્યાના સંબંધમાં કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી. તેમના કોઈ શિષ્ય તેમને રાસ પણ લખ્યું નથી એટલે એમના જીવન સંબંધી હકીક્ત માત્ર અનુમાન ઉપરથી અને તેમના લેખો ઉપરથી તારવવી પડે તેમ છે; તે સિવાય કાંઈ પણ હકીકત મળી શકી નથી. એમના સંબંધમાં લેકવાતે ચાલે છે તે વાતને સંક્ષિપ્ત નિર્દેશ કરી તેની શક્યાશક્યતા વિચારી જઈએ
(૧). એક લેકકથા નીચે પ્રમાણે છે
શ્રી વિનયવિજય અને યશોવિજય, જેઓ આગળ જતાં બને ઉપાધ્યાય થયા હતા તેમના સંબંધમાં એક એવી વાર્તા ચાલે છે કે એ બન્ને કાશીએ જઈ ગુસવેશે રહ્યા, સાધુપણાના વસ્ત્રો દૂર કર્યા અને તેમણે વિનુલાલ અને જસુલાલનાં નામ ધારણ કરી બ્રાહ્મણ પંડિત પાસે રહી બાર વર્ષ સુધી ન્યાયને અભ્યાસ કર્યો. ગુરુ એમના અભ્યાસથી રાજી હતા, પણ એક ન્યાયને વિશિષ્ટ ગ્રંથ ગુરુ પોતાના કુળના પુત્ર સિવાય અન્ય કોઈને બતાવતા નહિ. જસુલાલને આ હકીકતની ખબર પડી હતી. એક વખત ગુરુ તે ગ્રંથને અભ્યાસ પિતાના પુત્રને કરાવતા હતા, અમુક કોટિ લગાવતા હતા ત્યારે જ સુલાલે એને બીજી રીતે બરાબર લગાવી. ગુરુને એના જ્ઞાન અને બુદ્ધિની તીવ્રતા માટે માન થયું. એણે જણાવ્યું કે સદર ગ્રંથ તેઓ માત્ર એક વાર જસુલાલ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org