________________
પર
શ્રીશાંતસુધારસ :
ઢંગધડા વગરની વિચારની કાપાકાપી શરૂ થઈ તપગચ્છની થયેલી આ દશાને ત્યારપછી અનિષ્ટ ફેજ થયે, સમાજે યુદ્ધક્ષેત્રનું રૂપ લીધું અને વાડા-વાડીઓ વધતા જ ચાલ્યા ને તે સર્વ હજુ પણ વધતા જ જાય છે. તે યુગને ઈતિહાસ સમજવા માટે આ આખી પરિસ્થિતિ ધ્યાનમાં રાખવા લાયક છે.
એ મહાપ્રભાવશાળી આચાર્ય શ્રી હીરવિજ્ય પાસે શ્રી કીર્તિ વિજયની દીક્ષા સં. ૧૬૩૧ માં અમદાવાદમાં થઈ. તે વખતે કુલ ૧૮ જણને દીક્ષા આપવામાં આવી. શ્રી કીર્તિવિજય સાથેના દીક્ષિતમાં એક ધનવિજયનું નામ આવે છે. તેમણે શ્રી મુનિસુંદરસૂરિકૃત શ્રી અધ્યાત્મક૯૫દુમ પર ટીકા રચી છે. તે ઉપલબ્ધ છે. આ કીર્જિવિજય સાથે તે જ દિવસે સેમવિજયે દીક્ષા લીધી. તે સેમવિજય અને કીર્તિવિજય સંસારીપણે સગા ભાઈઓ હતા એમ શ્રી શાંતસુધારસની પ્રશસ્તિ પરથી જણાય છે. ( જુઓ પૃ. ૩૮૨) આ કીર્તિવિજયની પાસે આપણા ગ્રંથના કર્તા શ્રી વિનયવિજયની દીક્ષા થઈ. કઈ સાલમાં અને કેટલી વચ્ચે દીક્ષા થઈ તેની કશી વિગત કોઈ પણ સ્થળેથી મળી શકી નથી.
શ્રી વિજયદેવસૂરિ(૬૦)ની પાટે શ્રી વિજયસિંહસૂરિ આવ્યા. તેઓ ૬૧ મા પટ્ટધર થયા, પણ ગુરુની હયાતીમાં કાળ કરી ગયા (સં. ૧૭૧૦). તેમની પાટે ૬૨ મા પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિ આવ્યા. તેમના રાજ્યમાં આ ગ્રંથ થયે તે પ્રશસ્તિ પરથી જણાય છે. કેટલાક વિજયપ્રભસૂરિને ૬૧ મી પાટે પણ ગણે છે. આ સમયનો ઈતિહાસ તથા સમકાલીનેની હકીકત આગળ ઉપર આવશે. અત્ર તે ગુરુપરંપરા બતાવવા પૂરત આટલે ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org