________________
ગ્રંથકા૨શ્રીવિનચવિજયજી
આ યુગમાં સાહિત્યસેવા ઠીક થઈ જણાય છે, પણ શ્રી વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપગચ્છમાં અંદર અંદરની ખટપટ ખુબ થઈ. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય અને તે સમયના તપગચ્છનાયક શ્રી વિજયદેવસૂરિએ તે સમયમાં ઉદ્ભવેલા સાગરગ૭ને શરૂઆતમાં પક્ષ કર્યો. એ વાત તે સમચના બીજા સાધુઓને પસંદ ન પડી, એટલે શ્રી સમવિજય, ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર મળી તપગચ્છના આચાર્યપદ પર રામવિજયની સ્થાપના કરી અને તેમનું વિજયતિલકસૂરિ નામાભિધાન કર્યું.
પણ બન્યું એવું કે વિજયતિલકસૂરિ તે આચાર્યપદ પર આવ્યા પછી તુરતજ કાળ કરી ગયા. એટલે તેમના સ્થાન પર તપગચ્છની પાટે વિજયઆનંદસૂરિની સ્થાપના સં. ૧૯૭૬ માં કરવામાં આવી. આ રીતે તપગચ્છમાં એકી વખતે બે આચાર્ય થયા. વિજયદેવસૂરિ અને વિજય આનંદસૂરિ.
ત્યારપછી બન્ને આચાર્યો વચ્ચે મેળ ૧૯૮૧ માં થયે, પણ અંતે વિષમ સ્થિતિ થઈ અને એક ગચ્છના બે ભાગલા પડી ગયા. વિજયદેવસૂરિને અનુસરનારા દેવસૂરને નામથી ઓળખાવા લાગ્યા અને વિજય આનંદસૂરિને અનુસરનારા આનંદસૂર અથવા અણુસૂરના નામથી ઓળખાવા લાગ્યા. એક બાપના બન્ને દીકરા હોવા છતાં મતભેદ રહ્યો અને મમત્વ થ. એ અરસામાં જે પરિસ્થિતિ થઈ, કચવાટ શરૂ થયા અને સંઘમાં ભિન્નતા થઈ તેની અસર અત્યાર સુધી ચાલે છે. અવિચ્છિન્ન ધારા તૂટી ગઈ અને સંઘમાં સમાજહિતના સવાલેની ચર્ચાને બદલે અંગત ચર્ચા, કરેલ કાર્યની ટીકા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org