________________
શ્રી શાંતસુધારસ ?
ગુરુ”નું બિરૂદ સં. ૧૯૪૦ માં આપ્યું. તેઓશ્રીનું સ્વર્ગગમન સં. ૧૬પર માં ઉના (સોરઠ) ગામે થયું. - આ પ્રતાપી આચાર્યની અસર આખી સદી પર થઈ છે. તેમણે સાધુઓના શિસ્ત માટે ખૂબ વિચાર કર્યા જણાય છે અને ધર્મસાગર જેવી પ્રબળ વ્યક્તિને પણ પોતે અંકુશમાં રાખી શકયા છે એ તેમનું આત્મતેજ બતાવે છે. છે તેમના ગુરુ વિજયદાનસૂરિ ૧૯૨૧ માં સ્વર્ગે જતાં તેમના પર તપગચ્છની સર્વ જવાબદારીઓ આવી. એ જવાબદારી તેઓએ કેટલી બાહોશીથી ઉપાડી લીધી તે શ્રી હીરસોભાગ્યાદિ ગ્રંથથી જોઈ શકાય છે. તેમના શિષ્ય વિજયસેનસુરિને આચાર્યપદ સંવત ૧૬૨૮ માં આપ્યું. શ્રી વિજયસેનસૂરિનું સ્વર્ગગમન સંવત ૧૬૭૨ માં થયું. એ તપગચ્છની ૫૯ મી પાટે થયા. આ બને આચાર્યોને શાસ્ત્રબોધ એટલે સારે હતો કે આજે પણ તેમના લખેલા “હિરપ્રશ્ન” અને
એનપ્રશ્ન પૂબ આધારભૂત ગણાય છે. એમાં શિખ્યા કે શ્રાવકોએ જે શંકાઓ પૂછી તેના તે આચાર્યોએ જવાબ આપ્યા છે, પણ એ પ્રશ્નો વિચારતાં તે યુગમાં કેવા સવાલ થતાં હતાં, લોકોની તત્વચિ અને ક્રિયારુચિ કેવી હતી, લેકે ક્રિયામાર્ગ તરફ કેટલું વલણ ધરાવતા હતા તે વિગેરે અનેક બાબતો પર અજવાળું પડે તેમ છે. | શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શાંતિચંદ્રને ઉપાધ્યાયપદ સંવત ૧૯૪૦ માં પ્રાપ્ત થયું. ભાનુ ચંદ્રને ઉપાધ્યાયપદ સંવત ૧૬૪૮માં પ્રાપ્ત થયું. તેમના શિષ્ય સિદ્ધિચ કે કાદંબરી ઉપર સરળ ટીકા રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org