________________
ગ્રંથકારશ્રીવિન વિજ પ્રાસંગિક છે. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં જૈન ધર્મને અપનાવનાર અનેક મહાપુરુષો થયા છે. તેઓએ પોતાની પ્રતિભા અને સાહિત્યશક્તિથી જેમ જ્ઞાનના ક્ષેત્રમાં સુંદર કાર્ય કર્યું છે તેમજ વિશુદ્ધ ચારિત્રથી અને મજબૂત સ્વાત્માંકુશથી જૈન શાસનને દીપાવ્યું છે. આપણે શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુરુપરંપરા જરા જોઈ જોઈએ એટલે આખી સત્તરમી સદીને સહજ ખ્યાલ આવે.
સત્તરમી સદી પર શ્રી વિજયહીરસૂરિની છાયા જરૂર પડી હોય એમ જૈન સમાજને તે કાળને ઈતિહાસ વાંચતાં લાગ્યા વગર રહે તેમ નથી. તેમને જન્મ તે સોળમી સદીમાં સંવત ૧૫૮૩ માં થયે અને તેમની દીક્ષા સંવત ૧૫૯૬ માં થઈ, પણ તેમને સર્વ વિકાસ સત્તરમી સદીમાં થયે. નાડુલાઈમાં તેમને પંડિતપદ ૧૯૦૭ માં આપવામાં આપ્યું અને બીજે જ વર્ષે સંવત્ ૧૬૦૮માં ઉપાધ્યાય પદ મળ્યું. શિહીમાં આચાર્યપદ ૧૯૧૦ માં આપ્યું. એ હીરવિજયસૂરિ તપગચછમાં ૫૮ મી પાટે થયા તે વાત ઉપર ટકેલ લકપ્રકાશ ગ્રંથની પ્રશસ્તિમાં જોઈ ગયા. શ્રી હીરવિજયસૂરિ ઉગ્ર પ્રારબ્ધી અને ક્રિયાપાત્ર તથા વિદ્વાન હતા. શ્રી હરભાગ્ય કાવ્ય તથા શ્રી વિજયપ્રશસ્તિ કાવ્ય વિગેરે જોતાં તેઓની તપગચ્છમાં આમ્નાય અચળ હતી એમ જણાય છે. અકબર પાદશાહના આમંત્રણથી ગાંધારથી વિહાર કરી તેઓ ફત્તેપુર સીકરીમાં પાદશાહને સં. ૧૯૩૯ માં મળ્યા અને ત્યાં તેમણે પાદશાહ સમક્ષ જેન ધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. પાદશાહની તેમના તરફ પસંદગી સારી થઈ, તેમણે પાદશાહને ચાહ પણ મેળવ્યું અને પાદશાહે તેમને “જગ૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org