________________
-
શ્રીષ્ણાંતખુધારસ છે
થાય છે તેથી અત્યારે આપણે જે સમયને વિચાર કરીએ છીએ તે વિજયપ્રભસૂરિને સમય છે તે ધ્યાનમાં રાખવું. આ સંબંધી વધારે વિગત છેવટના વિભાગમાં આપી છે. જીવનસમય–
શ્રી વિનયવિજય ઉપાધ્યાયને જન્મ કઈ સાલમાં થયે તેને માટે કેઈ પ્રકારની માહિતી મળી શકતી નથી. તેમના સ્વગમનને સમય બરાબર મળી આવે છે તે માટે આપણે શ્રી શ્રીપાળના રાસની પ્રશસ્તિ જોઈએ. ચોક્કસ તારિખ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. આ પ્રશસ્તિને અંગે થોડે ઉલ્લેખ કરવાની જરૂર છે. સંવત્ ૧૭૩૮ માં રાંદેર શહેરે (સૂરતની બાજુમાં) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ચાતુર્માસ કર્યું હતું. ત્યાં તેમણે શ્રીપાળરાસની શરૂઆત સંઘના આગ્રહથી કરી. રાસના ત્રણ ખંડ પૂરા કર્યા અને ચોથા ખંડને થડે ભાગ રચાયા બાદ તેઓનું સ્વર્ગગમન થયું. ત્યારપછીનું રાસરચનાનું કામ શ્રીમદશાવિજય ઉપાધ્યાયે પૂર્ણ કર્યું. એ હકીકત સદર રાસની નીચેની પ્રશસ્તિમાં ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયજીએ પિતાને હાથે લખી છે તેથી તે પુરાવા તરીકે ઘણી મહત્વની વાત છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે – તપગચ્છનંદન સુરતરુ પ્રગટ્યા, હીરવિજય ગુરુરાયા છે; અકબરશાહે જસ ઉપદેશે, પડહ અમારી વજાયા છે. ૧ હેમસૂરિ શાસન મુદ્રાએ, હેમ સમાન કહાયા છે; જા હીરે જે પ્રભુ હતાં, શાસન સહ ચઢાયા છે. ૨ તાસ પટે પૂર્વાચલ દિયે, દિનકર તુલ્ય પ્રતાપી જી; ગંગાજળ નિર્મળ જશની રતિ, સઘળે જગમાંહી વ્યાપી જી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org