________________
ગ્રંથકાર શ્રી વિન્ન વિજયજી
નામના સુગુરુ દીપકની પેઠે પિતાના તેજવડે જગતને દીપાવવા લાગ્યા. તેઓ પૃથ્વી પર ભવ્ય જનોના સમૂહને પ્રતિબોધ કરીને પોતાના ગુરુ વિદ્યમાન હોવા છતાં દેવેને પ્રતિબંધ કરવા માટે અમારા પ્રેમનો ત્યાગ કરીને સ્વર્ગને પ્રાપ્ત થયા. ત્યારપછી હમણા શ્રી વિજયદેવ નામના તપગચ્છના સ્વામીએ પોતાની પાટના સ્વામી તરીકે સ્થાપન કરેલા મોટા ગુણસમૂહને ધારણ કરનારા અને મોટા ભાગ્યના સ્થાન રૂપ શ્રી વિજયપ્રસ (૬૨) નામના ગણધર વિજય પામે છે.”
આ લંબાણ ટાંચણ આપણું ચારિત્રનાયક શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું પિતાનું લખેલ છે. સદર પ્રશસ્તિ લોકપ્રકાશ નામના ગ્રંથને છેડે સંવત ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાંચમને રોજ જૂનાગઢમાં લખી છે એમ લેખકશ્રી પોતે જ સદર પ્રશસ્તિને છેડે લખે છે. એટલે સંવત ૧૭૦૮ માં શ્રી તપગચ્છના નાયક શ્રી વિજયસિંહસૂરિ હતા એમ નિશ્ચિત થાય છે. વિજયપ્રભસૂરિને આચાર્યપદ મળ્યું નહોતું તે આગળ જોવામાં આવશે. તેઓ તપગચ્છની બાસઠમી પાટે થયા તે ઉપર જણાવેલા આંકડાઓ પરથી જણાય છે. આ સંબંધમાં થોડી ગેરસમજુતી જણાય છે. વિજયસિંહસૂરિનું સ્વર્ગગમન સં. ૧૭૦૯ ના અશાડ શુદિ ૨ ને દિવસે છે, એમ છતાં આ લેકપ્રકાશ ગ્રંથ સં. ૧૭૦૮માં વૈશાખ શુદિ ૫ ને રોજ પૂરો થયો છે તેમાં વિજયપ્રભસૂરિનું નામ કેવી રીતે આવી શકે તે સમજવું મુશ્કેલ છે. શ્રી વિજયપ્રભનું આચાર્યપદ ગાંધારમાં સં. ૧૭૧૦ માં થયું છે. આ બાબતે વધારે તપાસ કરવા એગ્ય છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયને બાકીને સમય વિજયપ્રભસૂરિના સમયમાં પૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org