________________
શ્રી શાંતસુધાવસઃ
જિનશાસનના શિખર ઉપર પતાકાની જેમ કીર્તિને ફેલાવી હતી. પર્મ એટલે કમળને અને બીજા અર્થમાં પદમા એટલે જ્ઞાનાદિક લક્ષ્મીને ઉલ્લાસ કરતા, નિર્મળ માર્ગવાળા અને પાપરૂપી પંક રહિત એવા એ આનંદવિમળ નામના ગુરુ ચંદ્રની જેમ મને હર દીપતા હતા. શરતુની જેમ મનહર કાંતિવાળા તેમણે પ્રમાદરૂપ વાદળથી ઢંકાયેલા અને તેને લઈને મંદ કિરણવાળા ચારિત્રરૂપી સૂર્યને દેદીપ્યમાન કર્યો હતો, ત્યારપછી તેમની માટે તપગચ્છમાં અધિક ભાગ્યના નિધિ સમાન, શ્રુતના સાગર સમાન, સારા વિધાનને વૃદ્ધિ પમાડનાર ચંદ્ર જેવા ઉજજવળ યશવાળા અને જૈન ધર્મધુરંધર શ્રી વિજયદાનસૂરિ (૫૭) નામના ગુરુ કાંતિને ધારણ કરતા હતા. તેમની પાટે વિજયવડે ઉલ્લાસ પામતા શ્રી હરવિજય (૫૮) નામના ગુરુ થયા. તેમને મહિમા આ કલિયુગમાં પણ દેવોએ વિસ્તાર્યો હતો. તેમના વચનથી સ્વેચ્છના સ્વામી અકબર બાદશાહ પણ બોધ પામ્યા હતા, તથા દયા અને દાનમાં ઉદાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિહંતના ધર્મમય કરી હતી. ત્યારપછી તેમની પાટે ધીર એવા શ્રીવિજયસેન (૧૯) સૂરિરાજે તપગચ્છરૂપી રાજ્યની ધુરાને ધારણ કરી. તેમને અકબર બાદશાહની સમક્ષ મોટા વાદીઓના સમૂહે આપેલી જયલક્ષ્મી વરી હતી. તેમની પાટે મુકુટના મણિની જેમ જેની કીર્તિરૂપી કાંતિને પ્રતાપ દેદીપ્યમાન હતું, જેની મોટી તપલક્ષમી વિસ્તાર પામી હતી એવા અને શુદ્ધ બુદ્ધિવાળા ગેમ ગણધરની પ્રતિકૃતિરૂપ અતિ દક્ષ અને જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રી વિજયદેવ (૬૦) નામના સૂરિ થયા. તે વિજયદેવસૂરિએ પિતાની પાટે સ્થાપન કરેલા સૂરિ શ્રી વિજયસિંહ (૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org